33 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : મોડાસાના ટીંટોઈમાં જૈન મંદિરથી રામજી મંદિર સુધીની ગટર લાઈનમાં ગોબાચારી આચરવામાં આવી હોવાની બૂમ


 

Advertisement

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે ગટર લાઇનના કામમાં નબળી કામગીરીની ફરિયાદો સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ માટે લાખો રૂપિયા ગ્રાન્ટ રૂપે ફાળવવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક સત્તાવાળા અને લે ભાગુ કોન્ટ્રાક્ટરો મલાઈ તારવી લેવાની વેતરણમાં વિકાસના કામ માટે ફાળવાયેલા નાણાંનો દુરુપયોગ કરતા હોય છે.

Advertisement

મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવાતી ગટર લાઇન ટીંટોઇ જૈન દેરાસરથી રામજીમંદિર સુધીની ગટર લાઇનનું કામકાજ એસ્ટીમેટ મુજબ ના હોવાની સ્થાનિક રહીશોમાંથી ફરિયાદો ઉભી થવા પામી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ગટર લાઇનના કામમાં કોઈ જ પ્રકારનું PCC લેવલીંગ કરવામાં આવ્યું નથી તથા બે ભુંગળાના જોઈન્ટમાં પહેરાવવાની થતી રીંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને ગટરલાઈનને પુરણકામ કરી દબાવી દેવામાં આવતાં ગ્રામજનો અચંબામાં પડી ગયા છે આ બાબતે ટીંટોઇ ગામના ગ્રામજનોમાં ગ્રામ પંચાયતના સત્તાવાળાઓ સામે રોષ ફાટી નીકળ્યો છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, કે ટિંટોઈ ગ્રામ પંચાયતના સત્તાવાળાઓએ કેમ આવા બિન અનુભવી કોન્ટ્રાક્ટરને આ કામ સોંપ્યું છે કે પછી સ્થાનિક સત્તાવાળા અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આવું કામ થઈ રહ્યું છે સહીત અનેક સવાલો પેદા થયા છે

Advertisement

ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ ગટર લાઈનના ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરનાર હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોની માંગ છે કે જો ઉચ્ચ કક્ષાએથી આ ગટર લાઈનની કામગીરીની ઊંડી તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!