30 C
Ahmedabad
Saturday, June 10, 2023

અરવલ્લી : 900 રૂપિયા રકમ માટે સાયરાના યુવકે ઉછીના લેનાર યુવક અને તેની માતા પર લાકડીઓ વડે તૂટી પડ્યો, મારી નાખવાની ધમકી


મોડાસા તાલુકાના સાયરા ગામમાં એક યુવકે તેના સમાજના મિત્ર પાસેથી 900 રૂપિયા ઉછીના લીધા હતા ઉછીના લેનાર યુવક ગામના બસ સ્ટેન્ડ નજીક બેઠો હતો ત્યારે 900 રૂપિયાની ઉઘરાણી કરી બિભસ્ત ગાળો બોલી લાકડી વડે હુમલો કરતા નજીકમાં રહેલ યુવકની માતા તેના પુત્રને બચાવવા વચ્ચે પડતા તેમના પર લાકડી વડે તૂટી પડતા ભારે હોબાળો મચી ગયો હતો લોકો દોડી આવતા હુમલાખોર યુવક ફરાર થઇ ગયો હતો પરિવારજનોએ ઈજાગ્રસ્ત યુવક અને તેની માતાને સારવાર અર્થે દવાખાને ખસેડી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Advertisement

સાયરા ગામના નીરજ મોહનભાઇ વણકર નામના યુવકે સમાજના તુષાર રમણભાઈ વણકર નામના યુવક પાસેથી હાથ ઉછીના 900 રૂપિયા લીધા હતા નીરજ વણકર નામનો યુવક બસ સ્ટેન્ડ નજીક ઉભો હતો ત્યારે ભેંસો લઈને ખેતરમાંથી આવતો તુષાર વણકર ઉશ્કેરાઈ જઈ નીરજ વણકર પાસે રૂપિયાની ઉઘરાણી કરી બિભસ્ત ગાળો બોલી તેના હાથમાં રહેલી લાકડી વડે હુમલો કરતા યુવકને બચાવવા તેની માતા વચ્ચે પડતા તેની માતાને પણ લાકડીઓના ફટકા મારતા હંગામો થતા લોકો દોડી આવતા યુવક નાસી છૂટ્યો હતો હુમલાખોર યુવક ચપ્પા સાથે નીરજના ઘરે ધસી જઈ તેના પિતાને પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિવારજનો ફફડી ઉઠ્યા હતા ઈજાગ્રસ્ત માતા-પિતાને સારવાર અર્થે ખસેડી યુવકના પિતાની ફરિયાદના આધારે હુમલાખોર યુવક સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!