37 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેશનલ સાયન્સ ડે ની ઉજવણીમાં કલરવ શાળાના બાળ વૈજ્ઞાનિકો પ્રોજેક્ટ્સ રજૂ કર્યા


ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જીલ્લો વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી દ્વારા જિલ્લા કક્ષાની નેશનલ સાયન્સ ડે -2023 ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શિશુ વિકાસ કેન્દ્ર ના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.

Advertisement

કલરવ સ્કૂલના ધોરણ-4 માં અભ્યાસ કરતા શર્મા પાવકી પ્રજ્ઞેશ કુમાર અને સુથાર વેદમ પુનિતકુમાર
પ્રોજેક્ટ- ભીનો કચરો -સુકો કચરો રજૂ કરતા અરવલ્લી જિલ્લામાં પ્રથમ સ્થાને આવેલ છે તેમજ ધોરણ -3 માં પંચાલ ખુશ અશ્વિનભાઈ અને બિહોલા પૂર્વરાજ સિંહ નાગેન્દ્રસિંહ એ પ્રોજેક્ટ ઉડન ખટોલા (રોપ-વે) રજૂ કરતા અરવલ્લી જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.

Advertisement

આ ઉપરાંત કલરવ શાળામાં આજરોજ બાળ વૈજ્ઞાનિક રોલ પ્લે એક્ટિંગ તથા વિજ્ઞાન મેળા નું આયોજન થયું હતું જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બીપીનભાઈ ર. શાહ, ઉપપ્રમુખ પંકજભાઈ બુટાલા, કે.એમ શાહ તથા મંત્રીઓ, મંડળના સર્વે હોદ્દેદારોએ બાળકોને/ વાલીઓ તથા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!