34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home રાષ્ટ્રીય પંજાબના મુખ્યમુંત્રીનો મોટો નિર્ણય, શહીદ દિવસ પર પંજાહમાં જાહેર રજા

પંજાબના મુખ્યમુંત્રીનો મોટો નિર્ણય, શહીદ દિવસ પર પંજાહમાં જાહેર રજા

0

સત્તા સંભાળ્યા પછી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને તેમની સરકાર ધડાધડ એકપછી એક મહત્વપૂર્ણ નિર્ણયો કરી રહ્યા છે, આ વચ્ચે મુખ્યમંત્રી ભગવંત માને શહીદ દિવસ નિમિત્તે સમગ્ર પંજાબમાં જાહેર રજાનું એલાન કર્યું છે.

મુખ્યમંત્રી માને વિધનસભામાં આજે મોટી જાહેર  કરતા કહ્યું કે, શહીદ-એ-આજમ ભગતસિંહના શહીદ દિવસ 23 માર્ચના રોજ સમગ્ર પંજાબ રાજ્યમાં રજા રહેશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, વિધાનસભામાં ડોક્ટર ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લગાવાશે.

ઉલ્લેખનિય છે કે, અંગ્રેજો સામને આઝાદીની લડત લડી રહેલા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931માં ફાંસી આપવામાં આવી હતી, ત્યારથી 23 માર્ચના રોજ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!