28 C
Ahmedabad
Friday, May 3, 2024

The Kashmir Files : ફારુક અબ્દુલ્લા એ કહ્યું, ફિલ્મ દિલને જોડતી નથી તોડી રહી છે


ધ કાશ્મીર ફાઇલ્સ આવતાની સાથે જ કાશ્મીરી પંડિતોનો મામલો ચર્ચામાં આવ્યો છે. આ મામલો ચગ્યા બાદ હવે રાજકીય પણ બન્યો છે. જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ ના પ્રેસિડેન્ટ ફારુક અબ્દુલ્લા એ પહેલીવાર ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઇને પ્રતિક્રિયા આપી છે.

Advertisement
ફિલ્મ કાશ્મીર ફાઈલ્સન લઈને ફારુક અબ્દુલ્લાએ પ્રતિભાવો આપતા કહ્યું કે, કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડ્યું ખૂબ જ ખરાબ સમય હતો. તે સમયે કાશ્મીરી પંડિતોએ જે મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો તેના માટે મારું હૃદય આજે પણ રડે છે. એવો કોઈ કાશ્મીરી નથી જે તેમના માટે રડતો ન હોય. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું ઘર કાશ્મીર પરત આવે તો જ કાશ્મીર પૂર્ણ થશે.
ફારુક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે 90માં જે પણ થયું તે એક કાવતરું હતું, આ ષડયંત્ર કોણે કર્યું? આની તપાસ માટે એક કમિશન બનાવવું જોઈએ, પછી ખબર પડશે કે તેમાં કોણ કોણ સામેલ હતું.
ફારુક અબ્દુલ્લાએ પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે તે સમયે મુખિયા જગમોહન જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા. તે હવે નથી પરંતુ તેણે કાશ્મીરી પંડિતોને બહાર કર્યા. તેણે તેના ઘરે વાહનો મોકલ્યા, તેણે પોલીસકર્મીઓને આ લોકોને વાહનોમાં બેસાડવાનું કહ્યું.
આ ફિલ્મ વિશે પ્રતિભાવ આપતા કહ્યું કે, ફિલ્મ દિલને જોડતી નથી તોડી રહી છે. સમગ્ર દેશમાં આગ લાગી છે. જો આ આગ ઓલવાઈ નહીં તો આખા દેશને શોલાની જેમ ઉડાડી દેશે.
ફારુક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે હું પીએમ મોદીને વિનંતી કરીશ કે તે એવા કાર્યો ન કરે જેનાથી મુસ્લિમો અને હિન્દુઓના સંબંધો વધુ બગડે. જો આમ થશે તો દેશનો ચહેરો આવો બની જશે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!