28 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લી : તંત્ર સજ્જ બન્યું જીલ્લામાં ચોમાસું, પુર, વાવાઝોડા અને કુદરતી આફતોને પહોંચી વળવા તંત્રની પૂર્વ તૈયારી


જીલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકની અધ્યક્ષતામાં પ્રી મોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઈ

Advertisement

આગામી ચોમાસાની પૂર્વતૈયારી રૂપે અરવલ્લી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની પ્રિ મોન્સુન બેઠક યોજવામાં આવી હતી જેમાં બેઠકમાં જિલ્લામાં આગામી ચોમાસા દરમિયાન સર્જાઈ શકે તેવી આપત્તિ સમયે યોગ્ય વ્યવસ્થાપન માટે સૂચન અપાયા. કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા યોગ્ય તમામ કામગીરી કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી.બેઠકમાં ગ્રામ્ય, તાલુકા, શહેરી અને જિલ્લા ડઝિાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગેની જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સંદર્ભે જિલ્લાના ૬ તાલુકા માટે મામલતદારોને જરૂરી સુચનો અપાયા હતા. દરેક તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદારોને ચોમાસાની ઋતુને અનુલક્ષીને યોગ્ય વ્યવસ્થાતંત્ર કાર્યરત કરવા જવાબદારી સોંપવામાં આવી હતી

Advertisement

અરવલ્લી જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને વરસાદ માપક યંત્રની ચકાસણી કરી તેને સુવ્યવસ્થિત કાર્યરત કરાવવા, વરસાદના આંકડા ચોકકસ મળે તે માટે, રાહત-બચાવનાં ભારે વાહનો ઉપકરણો ચાલુ હાલતમાં રાખવા તથા રાહત કામ માટે, ઉપયોગમાં લેવાનાર તમામ સાધન સામગ્રી, જેમ કે, વાહન, હોડીઓ, લાઇફ્ બોટ, લાઇફ્ જેકેટ, બુલડોઝર, જનરેટર વગેરેની અધ્યતન યાદી તૈયાર રાખવા સૂચના આપી હતી. સાથે જ વરસાદી પાણીના નિકાલ અંગે, નાળાં, કાંસ, ગટર વગેરેનો સર્વે કરાવી તેની સાફસૂફી, મરામત કરાવવા, પાણીનો ભરાવો થતો હોય તે વિસ્તારો ગામ-એપ્રોચ રોડની મુલાકાત લઇ જરૂરી કાર્યવાહી કરવા, તરવૈયાઓ, NGO ની યાદી તૈયાર કરવા , વૃક્ષોને કારણે રસ્તા બંધ થઇ જવા, વરસાદી પાણીના યોગ્ય નિકાલ, ઓપન ડ્રેનેજની સફાઈ, રેઈન ગેજ, લાઇફ સેવર જેકેટ, લાઇફ બોયા, જનરેટર, ડ્રેનેજ પંપ, ચકાસણી બાબત અને પ્રમાણપત્ર મોકલી આપવા બાબત, માનવ મૃત્યુ અને પશુ મૃત્યુ ની નોંધણી, તમામ ડેમના ગેટો અંગેની ચકાસણી કરવા બાબત, વરસાદી સીઝનમાં હેડ કવાર્ટર પર હાજરી વગેરે અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતાં.

Advertisement

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ, નિવાસી અધિક કલેકટર એન. ડી. પરમાર સહિત અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!