33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines પંચમહાલ: સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રનબસેરાનુ બાંધકામ તુટી જતા નવ યાત્રિકો દબાયા,...

પંચમહાલ: સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રનબસેરાનુ બાંધકામ તુટી જતા નવ યાત્રિકો દબાયા, એક મહિલાનુ કરુણ મોત

0
113

હાલોલ

પંચમહાલ જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા માંચી પાસે બપોરના સમયે દુઘર્ટના બની હતી.જેમા માંચી પાસે નિર્માણધીન મઢુલીનો ઢાંચો એકાએક તુટી જતા નીચે ઉભા રહેલા નવ ભાવિકો દબાઈ ગયા હતા.આસપાસના સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા.પોલીસને પણ ઘટનાની જાણ થતા તાબડતોબ દોડી આવી હતી.અને બચાવકામગીરી શરુ કરવામા આવી હતી,ઈજાગ્રસ્તોને હાલોલ ખાતેની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.ઘાયલો પૈકી એક મહિલાનું મોત થયાની પણ અહેવાલ પ્રાપ્ત થયા છે.

પંચમહાલ જીલ્લાનું પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા માંચી પાસે ચાચચોકની સાઈડ ઉપર પથ્થરના પિલરો વડે રનબસેરા બનાવામા આવ્યો હતો.પાવાગઢ પર બપોરના સમયે એકાએક વરસાદી માહોલ સર્જાયો હતો.જેના કારણે કેટલાક યાત્રાળુઓ વરસાદથી બચવા માટે ઉભા રહ્યા હતા,તે સમયે કે પથ્થરોનો બાંધકામ તૂટી પડતા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા. પથ્થરોની ભારે સીલાઓ નીચે દબાયેલા ત્રણ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે અને બંને પગ ભાગી જતા ગંભીર રીતે ઘવાઈ હતી જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતા તે પણ ઈજાગ્રસ્ત થઈ હતી જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.દુર્ઘટના સ્પર્ધાતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનો તથા 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓને સારવાર હેઠળ ખસેડ્યા હતા.જ્યારે નવ જેટલા દબાયેલા શ્રદ્ધાળુઓમાં થી એક વડોદરાની મહિલાનું મોત નિપજ્યું હોવાની જાણકારી મળી રહી અને બીજા ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.જ્યારે દુર્ઘટના ઘટતા રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ હાલોલ પ્રાંત અધિકારી અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો.આ ઘટનાને લઈને રેફરલ હોસ્પિટલમાં શોકનો માહોલ સર્જાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!