29.9 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લી : ઋતુ ચક્રના શિર્ષાસને ખડૂતોની કમ્મર તોડી નાખી, રામગઢી પંથકમાં કરા સાથે વરસાદ ખાબકતા ઉનાળુ પાકને વ્યાપક નુકસાન


રામગઢી સહીત આજુબાજુના પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ઉભા પાકનો સોથ વાળ્યો,ખેતરમાં પાણી ભરાતા પાક નષ્ટ
હજુ થોડા મહિના અગાઉ કરા સાથે ખાબકેલા કમોસમી વરસાદમાં ખેતી નિષ્ફળ જતા સરકાર સહાય ચૂકવી નથી ત્યારે વધુ એક માવઠું થયું

Advertisement

ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં ઋતુચક્રએ શિર્ષાસન શરુ કર્યુ હોય શિયાળાની ઋતુ પૂર્ણ થયા બાદ ઉનાળો જામ્યો ન જામ્યો ત્યાં તો ચોમાસાની ઋુતુએ જમાવટ કરી દીધી હોય તેમ સતત ચોતરફ હળવાથી ભારે વરસાદી ઝાપટાઓ યથાવત રહેતા ખેડ ખાતર અને બિયારણ લાવવાના સમયે જ સતત વરસાદી માહોલથી જગતના તાત ફરી વખત કફોડી હાલતમાં મુકાઈ ગયા છે મેઘરજ પંથકમાં ભારે વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે ખેતરમાં ઉભા પાકને નષ્ટ કરી દેતા ખેડૂતોની હાલત દયનિય બની છે

Advertisement

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેતીના પાકને મોટા પાયે નુકસાન ની ભિતી સેવાઈ રહી છે. અરવલ્લી ના મેઘરજ તાલુકાનામાં સતત કમોસમી વરસાદને લઈને ખેતીના પાકોમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે. મેઘરજના રામગઢી વિસ્તારમાં એકાએક કરા સાથે પળેલ વરસાદ ને લઈ ખેડૂતોએ ઉનાળુ પાક જેવાકે જુવાર મકાઈ એરંડાના પાક તૈયાર હતો અને લણણી કરવાના સમયે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને પાકમાં વ્યાપક નુકસાન થયું છે.કેટલાક ખેડૂતોએ પશુઓનો ઘાસ ચારો પણ નષ્ટતાના આરે છે.ત્યારે જગતનો તાત સરકાર સમક્ષ ખેતીમાં થયેલ નુકસાનની ભરપાઈ માટે આજીજી કરી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!