અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ધીરા ખાંટના મુવાડા ગામે ચાલતી પથ્થર દળવાની ફેક્ટરીથી થતા ઘોંઘાટ અને ડસ્ટના પ્રદૂષણથી ત્રાહિમામ ગ્રામજનોએ બુધવારના રોજ ઠાકોર સેનાના આગેવાન ભુપેન્દ્રસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં કલેકટર કચેરી અરવલ્લીએ પહોંચી આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.
માલપુર તાલુકાના ધીરાખાંટના મુવાડાના ગ્રામજનો ઠાકોર સેનાના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ઠાકોરની આગેવાનીમાં બુધવારના રોજ ભારે રોષ સાથે કલેકટર કચેરી પહોંચ્યા હતા અને પથ્થર દળવાની ફેક્ટરીથી થતા ઘોંઘાટ અને ડસ્ટના પ્રદૂષણથી ગ્રામજનોના આરોગ્યને થતા નુકસાન સામે રક્ષણ આપવા કલેકટર અરવલ્લીને ઉગ્ર રજૂઆત કરી આયોજનપત્ર પાઠવ્યું હતું