34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home હેલ્થ અરવલ્લી : જીલ્લામાં ૪ હજાર ટીબીના દર્દીઓ, મોડાસા અર્બન હેલ્થ સેન્ટરે “ટીબી...

અરવલ્લી : જીલ્લામાં ૪ હજાર ટીબીના દર્દીઓ, મોડાસા અર્બન હેલ્થ સેન્ટરે “ટીબી હારશે, દેશ જીતશે” સ્લોગન સાથે લોકજાગૃતિ રેલી

0

24મી માર્ચે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ક્ષયરોગ તરીકે ઓળખાતો ટીબીનો રોગ ભારતમાં સદીઓથી પ્રવર્તલો છે. સદીઓની લડત બાદ પણ આ રોગને નાસ્તનાબૂદ તો નથી કરી શકાયો પરંતુ હજારો દર્દીઓને મોતના મુખમાંથી ઉગારી લેવામાં આધુનિક વિજ્ઞાનને સફળતા મળી છે. અરવલ્લી જીલ્લામાં છેલ્લા ૫ વર્ષમાં ૧૬ હજાર લોકો ટીબીનો શિકાર બની ચુક્યા છે જીલ્લા આરોગ્ય વિભાગ ૨૪ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરશે અને લોકોને ટીબી રોગ અંગે માહિતી પુરી પાડવામાં આવશે મોડાસા અર્બન હેલ્થ સેન્ટરના કર્મીઓએ જનજાગૃતિ રેલી યોજી હતી

મોડાસા શહેરમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરના કર્મીઓએ “ટીબી હારશે દેશ જીતશે” ના સ્લોગન સાથે શહેરમાં જનજાગૃતિ રેલી યોજી હતું અને ટીબી અંગે લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી રેલીનું આયોજન મોડાસા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જિજ્ઞા જયસ્વાલ અને મેડિકલ ઓફિસર ડૉ. કોનાર્ક ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!