39 C
Ahmedabad
Monday, May 13, 2024

મેઘરજમાં પાણીની તંગી વચ્ચે વાસ્મોના મોટા પાણીના ટાંકામાંથી લાખ્ખો લીટર પાણીનો વેડફાટ


અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરમાં ઉનાળાના પ્રારંભ પુર્વેજ પાણીની અછત સર્જાતા ત્રણ દિવસે પાણી આપવાનો પંચાયતે નિર્ણય કર્યો છે ત્યારે પાણીની અછત વચ્ચે મોર્ડન સ્કુલ વિસ્તારમાં આવેલ વાસ્મોના મોટા ટાંકામાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થતા રહીશોના મકાનના પાયામાં પાણી ફરી વળ્યા છે અને ઠેર ઠેર ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ત્યારે ઉનાળામાં પાણીની તંગી વચ્ચે પાણીનો વેડફાટ થતાં પાણીપુરવઠા તંત્રની ગોર બેદરકારી સામે આવી છે.

Advertisement

મેઘરજ નગરમાં ઉનાળાની શરૂઆત થીજ પાણીની મોટી સમશ્યા સર્જાતાં થોડા સમય પહેલાં મેઘરજ ગ્રામપંચાયત દ્વારા નગર માં એકાંતરે ત્રણ દીવસે પાણી આપવાનો નિર્ણય કરાયોહતો ત્યારે મેઘરજ માં પાણીની તંગી વચ્ચે મોર્ડન સ્કુલ વીસ્તારમાં વાસ્મોના મોટા ટાંકાની કુંડીમાંથી પાણીની તંગી વચ્ચે પાણીનો મોટા પ્રમાણમાં વ્યવ થતા આજુબાજુની જમીનનુ મોટાપ્રમાણમાં ધોવાણ થયુ છે અને ધોવાણથી જમીનમાં ઢીંચણસમી મોટી ખાયો પડી જતા આજુબાજુના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને રહીશોના મકાનના પાયા પણ પાણીમાં ઘરકાવ થતા રહીશોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર ધ્વારા પાણીનો વ્યવ અટકાવવા સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

Advertisement

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!