વાવાઝોડાને લઈ નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ, રાજ્ય સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અપાતી સૂચનાનું પાલન કરો
હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું
પશ્ચિમ રેલવેએ 69 ટ્રેનો કેન્સલ કરી દીધી
બાયડ બસ સ્ટેન્ડમાં હોર્ડિંગ્સ ઉતારી લેવાયા મોડાસા શહેરમાં હોર્ડિંગ્સ અનેક જગ્યાએ ઠેર ના ઠેર
બિપરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાતના દરિયા કિનાર તરફ આગળ ધસી રહ્યું છે તેમ તેમ ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોના લોકોના ધબકારાં વધતા જઈ રહ્યાં છે. ભારતીય હવામાન વિભાગે બિપરજોય વાવાઝોડું લગભગ દર કલાકે 8 થી 5 કિલોમીટરની ગતિએ આગળ વધી રહ્યું હોવાનું જણાવી રહ્યું છે બિપોરજોય ચક્રવાત દેવભૂમિ દ્વારકારથી લગભગ 300 કિ.મી.ના અંતરે રહી ગયું છે.15 જૂનની સાથે તે ગુજરાત સાથે અથડાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે. ધીરેધીરે હાલ વધીને 290 કિલોમીટર દૂર છે
અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યો છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 8 કિલોમીટરથી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.દરિયા કાંઠાના વિસ્તારોમાં જોરદાર અસર વર્તાઈ રહી છે.આગામી 36 કલાક ગુજરાત માટે ભારે લાગી રહ્યા છે.પંજાબમાંથી પણ 5 NDRFની ટીમ એર લિફ્ટ કરાઈ છે. જ્યારે તામિલનાડુની 5 NDRFની ટીમને સ્ટેન્ડબાય રખાઈ છે.સાથે જ આર્મીની ટીમ પરિસ્થિતિને પહોંચી વળવા જામનગરથી દ્વારકા પહોંચી ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 15 જૂને વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. માંડવીના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેને લઈ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે