વાંદીયોલ પ્રાથમિક શાળાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં ભિલોડા મામલતદારને અધ્યક્ષ તરીકે નિમણુંક ન કરતા અનેક તર્ક વિતર્ક
Advertisement
સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી-2023 મહોત્સવનો ત્રી દિવસીય કાર્યક્રમ પૂર્ણ થયો છે ત્યારે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાની વાંદીયોલ પ્રાથમિક શાળાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં મુખ્ય અધિકારી તરીકે ભિલોડા મામલતદારની નિમણુંક કરવામાં આવી હતી ભિલોડા મામલતદાર શાળામાં સમયસર પહોંચી ગયા છતાં શાળાના મુખ્યશિક્ષક અને શાળા સ્ટાફે મામલતદારની ધરાર અવગણના કરી અન્ય વ્યક્તિને અધ્યક્ષ તરીકે નિમણુંક કરતા મામલતદારને અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડતા સમસમી ગયા હતા આ અંગે જીલ્લા તંત્ર અને પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખી રજુઆત કરતા પ્રાથમિક શૈક્ષણિક વિભાગ ચોકી ઉઠ્યો છે
અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વાંદીયોલ પ્રાથમિક શાળાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં ભિલોડા મામલતદારની ધરાર અવગણના કરી અધ્યક્ષ તરીકે નિમણુંક ન કરતા ભિલોડા તાલુકા શિક્ષણાધિકારી,ભિલોડા બીઆરસી,સીઆરસી ખોડંબા અને વાંદીયોલ પ્રાથમિક શાળાના આચાર્યને નોટિસ ફટકારી એક જ દિવસમાં આ અંગે ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે જો આ અંગે યોગ્ય ખુલાસો કરવામાં નહીં આવે તો તમામ સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશેનો નોટિસમાં ઉલ્લેખ કર્યો છે