28 C
Ahmedabad
Saturday, September 23, 2023

અરવલ્લી : LCBએ રાયવાડાના ફૌજી બાબુ ડામોરની સ્વીફ્ટ ડિઝાયર કારનો ફિલ્મીઢબે પીછો કરી 1.60 લાખના દારૂ સાથે ઝડપી લીધો


મેઘરજ પંથકમાં ફૌજી દારૂની લાઈન ચલાવતો હોવાની ચર્ચાને એલસીબી પોલીસે મ્હોર લગાવી, કાલીયાકુવા બોર્ડર પરથી કારમાં દારૂ સાથે ઘુસ્યો
ફૌજીની દારૂની લાઈન ઇસરી અને મેઘરજ પોલીસની નાક નીચે બિન્દાસ્ત ચલાવતો હોવા છતાં બંને પોલીસ સ્ટેશનના બાહોશ અધિકારીઓને ગંધ કેમ ન આવી
ઇસરી પોલીસ સ્ટેશન અને મેઘરજ પોલીસ સ્ટેશનના વહીવટદાર કોણ તે અંગે જીલ્લા પોલીસવડા તપાસ કરાવે તેવી લોકમાંગ પ્રબળ બની

અરવલ્લી જીલ્લાની અંતરિયાળ માર્ગો પરથી બુટલેગરો નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂની લાઈન ચલાવી જીલ્લા સહીત રાજ્યમાં ઠાલવી રહ્યા હોવાનું જગજાહેર છે જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોને ઝડપી પાડી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી રહી છે જીલ્લા એલસીબી પોલીસે રામગઢી ગામ નજીક દારૂ ભરેલી સ્વીફ્ટ ડિઝાયર કારનો ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગરે રિવર્સમાં પોલીસની ખાનગી કારને ટક્કર મારી કાર રોડ પર મૂકી દોટ લગાવનાર રાયવાડાના બાબુ ડામોર ઉર્ફે ફૌજીને દબોચી લઇ 4.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામગઢી નજીક પેટ્રોલિંગ હાથધરતા સ્વીફ્ટ ડિઝાયર કારમાં રાજસ્થાનથી દારૂ ભરી કાર ચાલક કાલીયાકુવા બોર્ડરથી સારંગપુરથી રામગઢી તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી સ્વીફ્ટ ડિઝાયર કારને અટકાવવાનો પ્રયત્ન કરતા કાર ચાલક બુટલેગરે કાર પુરઝડપે હંકારી મૂકી હતી પોલીસે ખાનગી વાહનમાં દારૂ ભરેલી સ્વીફ્ટ કારનો પીછો કરતા આગળ રોડનું આરસીસી કામ ચાલુ હોવાથી બુટલેગર કાર રોડ સાઈડ ઉતારી નાસવા જતા સ્વીફ્ટ કાર રોડની કામગીરીના સાધનો સાથે અથડાતા બુટલેગર ફસાઈ જતા કાર રિવર્સ લઇ પીછો કરી રહેલી પોલીસની ખાનગી કાર સાથે અથડાવી દેતા બુટલેગરની કાર અટકી ગઈ હતી

Advertisement

સ્વીફ્ટ ડિઝાયર કાર ચાલક બુટલેગર બાબુ ઉર્ફે ફૌજી ડામોર કાર સ્થળ પર મૂકી અંધારામાં દોટ લગાવતા એલસીબી પોલીસે પીછો કરી ઝડપી લીધો હતો રાત્રીના અંધારામા બુટલેગર ફૌજીના ખૌફથી અવગત પોલીસ તાબડતોડ દારૂ ભરેલી સ્વીફ્ટ કાર અને બુટલેગરને મોડાસા એલસીબી ઓફિસ લઇ આવી હતી પોલીસે કારમાં સંતાડેલ વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-1248 કીં.રૂ.160800/- નો જથ્થા સાથે કાર ચાલક બુટલેગર બાબુ ઉર્ફે ફૌજી રમણ ડામોર (રહે,રાયવાડા-મેઘરજ) ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ મહેશ ઝાલા ખાંટ (રહે,ભુકાકુતરી-માલપુર) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!