અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર લૂંટ,ચોરી સહિતના ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી રહી છે ભિલોડાના ધોલવાણી નર્સરી નજીક આવેલ સસ્તા અનાજની દુકાનના ગોડાઉન મેનેજર અશ્વિન કુમાર રામજી ભાઈ રાવલની એક્ટીવાને ટાકાટૂંકા નજીક લૂંટારુ ગેંગ બાઇકને ઓવરટેક કેમ કરી કહી મારમારી 23 હજારના મુદ્દામાલની લૂંટ અને ડોક્યુમેન્ટ્સ પડાવી લઇ રફુચક્કર થઇ જતા ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જીલ્લા એસઓજી પોલીસે લૂંટ કરનાર ગેંગના એક આરોપીને ભિલોડા બજારમાં બાઈક લઈને પસાર થતા ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ભિલોડા પોલીસને સુપ્રત કર્યો હતો
અરવલ્લી જીલ્લા એસઓજી પીએસઆઈ ચેતનસિંહ રાઠોડ અને તેમની ટીમે બાતમીના આધારે ભિલોડાના ટાકાટુંકા નજીક ગોડાઉન મેનેજરને લૂંટી લેનાર ગેંગના આરોપી અરવિંદ ભગવાનલાલ મોડિયા (રહે, બલિચા, ઉદેપુર, રાજસ્થાન)ને ભિલોડા બજારમાંથી બાઈક પર પસાર થતો ઝડપી પાડી લૂંટ કરેલ રકમમાંથી બે હજાર રૂપિયા અને મોબાઇલ રીકવર કરી 35 હજારની બાઈક સાથે ઝડપી લીધો હતો અને આ ગુન્હામાં સંડોવાયેલ 1)અજીત રમેશ અસોડા (રહે,પાટીયા,ઉદેપુર, રાજસ્થાન) અને દિલીપ બેચાજી અહારી (રહે,બલીચા,ઉદેપુર,રાજસ્થાન) ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા એસઓજી પોલીસે અરવિંદ મોડીયાને ભિલોડા પોલીસને સુપ્રત કરતા જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી