અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જોધપુર ગામના વિદ્યાર્થીએ નીટ ની પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરતા ગામમાં ખુશી પ્રસરી છે. આ સાથે જ જોધપુર ગામ રબારી સમાજ દ્વારા વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવવામાં આવી છે. જોધપુર ગામના રહીશે દેસાઈ બળદેવભાઈ પુંજાભાઈએ નીટની પરીક્ષામાં 720 ગુણ માંથી 658 ગુણ મેળવી ઓલ ઇન્ડિયા રેન્કમાં 5058 ક્રમાંક મેળવ્યો છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જોધપુર ગામના રહીશ દેસાઈ બળદેવભાઈ પુંજાભાઈ ના પુત્ર દેસાઈ દેવકુમાર બળદેવભાઈ ચાલુ વર્ષે લેવાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૧.૧૪% ગુણ પ્રાપ્ત કરી ૯૮. ૩૮ પર્સન્ટાઇલ રેન્ક સાથે ઉત્તીર્ણ થયેલ છે. તથા ગુજકેટની પરીક્ષામાં ૧૨૦ ગુણ માંથી ૧૦૩.૭૫ ગુણ મેળવી ૯૮.૯૪ પર્સન્ટાઇલ રેન્ક મેળવેલ છે .
ત્યારબાદ ચાલુ વર્ષે લેવાયેલ નીટ ની પરીક્ષામાં ૭૨૦ગુણ માંથી ૬૫૮ ગુણ મેળવી ઓલ ઇન્ડિયા રેન્કમાં ૫૦૭૮ ક્રમાંક મેળવેલ છે. તથા ઓલ ઇન્ડિયા ઓ.બી.સી કેટેગરીમાં ૧૭૨૬ ક્રમાંક પ્રાપ્ત કરી તેમના પરિવારનું તથા જોધપુર રબારી સમાજનું ગૌરવ વધારેલ છે. ભવિષ્યમાં તેઓ તબીબી શિક્ષણ મેળવી, તેમની તબીબી સેવાઓનો લાભ જોધપુર ગામ તથા રબારી સમાજ તેમજ તાલુકાની જનતાને મળે તેવી જોધપુર ગામ રબારી સમાજની શુભેચ્છા સહ અભિનંદન…..