અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ ચોરી-લૂંટના ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી રહી છે મોડાસાના પહાડપુર ગામમાં ખેડૂતના ખેતરમાં ભાગીયા તરીકે રહેતા શ્રમિક પરિવારના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહીત 1.09 લાખ રૂપિયાની ચોરી થતા શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું હતું શ્રમિકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જીલ્લા એલસીબી પોલીસ પણ તપાસમાં જોતરાઈ ચોરી કરનાર આરોપીને મોડાસાની સર્વોદયનાગર ડુંગરી નજીકથી બાતમીના આધારે દબોચી લઇ 37 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
પંચમહાલ અનિંદ્રા ગામના રાજુભાઈ નાયક તેમના પરિવાર સાથે મોડાસા તાલુકાના પહાડપુર ગામમાં ખેડૂતના ખેતરમાં ભાગીયા તરીકે રહે છે તેમના મકાનમાં થોડા દિવસ અગાઉ ઘરના દરવાજાનો આગળો ખોલી અજાણ્યા તસ્કરો ત્રાટકી ઘરમાં રહેલ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ચોરી થતા રાજુભાઈ નાયકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અરવલ્લી એલસીબી પોલીસને શ્રમિકના ઘરે ચોરી કરનાર શખ્સ સુનિલ કનુ વસાવા (રહે,કલ્યાણા-ગોધરા) હોવાનું અને મોડાસા સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં ઉભો હોવાની બાતમી મળતા તાબડતોડ સ્થળ પર પહોંચી ચોર સુનિલ કનુ વસાવાને રૂ.37980/- ના મુદ્દામાલ સાથે દબોચી લઇ ટાઉન પોલીસને સુપ્રત કરી ગણતરીના દિવસોમાં ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો