સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના એક ભાગ તરીકે સમાવાયેલા એવા યોગને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વિશ્વ સંસ્થાઓ દ્વારા માન્યતા આપીને દર વર્ષની 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભારતમાં આદિવાસી નાના બાળકોથી લઈને યુવાનો વૃદ્ધો બધા જ યોગના કાર્યક્રમમાં જોડાય છે.
‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’ થીમ સાથે આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લામાંકે. એન.શાહ હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો વિશ્વ યોગ દિવસે રાજ્ય અને જિલ્લા કક્ષાની સૂચના મુજબ અરવલ્લી જિલ્લામાં તાલુકાઓ સહિત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. સરકારી પ્રાથમિક શાળા તથા ખાનગી પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી
અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં યોગનું નિદર્શન અને પ્રેક્ટિસ કરવામાં આવી.21 જૂન સવારના 6:30 કલાકથી દરેક શાળામાં બાળકો શિક્ષકો ગ્રામજનો સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અન્ય ગણ માન્ય વ્યક્તિઓ હાજર રહીને યોગાસનો કરીને કાર્યક્રમને સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી.જેમાં અલગ અલગ આસન કરવામાં આવ્યા હતા.તાડાસન, વૃક્ષાસન, પાદ – હસતાસન, અર્ધ ચક્રાસન, ત્રિકોણાસન, ભદ્રાસન, શશાકાસન, અર્ધ ઉષ્ટ્રાસન, વક્રાસન, ભુજંગાસન, સલભાસન, મકરાસન, સેતુબંધ સર્વાગાસન , પવન મુક્તાસન, સવાસન, કપાલભાતી, પ્રાણાયામ., ધ્યાન જેવા આસન કરીને સહભાગી થનાર તમામ લોકોએ આજની સવારને તંદુરસ્ત મય. યોગ મય બનાવવાના પ્રયાસ તરફ આગળ વધ્યા.
આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય દિપસિંહ રાઠોડ,અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક, ઇન્ચાર્જ ડીડીઓ આર. એન. કુચારા,જિલ્લા પોલીસ વડા સંજય ખરાત,અધિક નિવાસી કલેકટર એન.ડી પરમાર તેમજ અધિકારીઓ,પદાધિકારીઓ, અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, તેમજ પોલીસવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા