અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે મોડાસાના કતલખાનાઓમાં ગૌવંશની કતલ થતી હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે ત્યારે મોડાસા શહેરના રાણાસૈયદ વિસ્તાર નજીક મુશ્કેટાટ હાલતમાં બાંધી રાખેલ 11 ગૌવંશને કતલખાને ધકેલાતું બચાવી લીધું હતું રાણાસૈયદ નજીક ગૌવંશને બાંધી રાખનાર અજાણ્યા કસાઈ સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે
મોડાસા ટાઉન પોલીસને જીવદયા પ્રેમીઓએ રાણાસૈયદ વિસ્તાર નજીક ગેરકાયદેસર રીતે ગાય અને વાછરડા બાંધી રાખવામાં આવ્યા હોવાની બાતમી આપતા ટાઉન પોલીસ જીવદયાપ્રેમીઓ સાથે રાખી બાતમી આધારીત સ્થળે રેડ કરી મેદાનમાં મુશ્કેટાટ હાલતમાં ઘાસચારા કે પાણીની સગવડ કર્યા વગર બાંધી રાખેલ ત્રણ ગાય અને સાત વાછરડા મળી કુલ નંગ-11 કીં.રૂ.45000/- ને બચાવી લઇ ગૌ વંશ માટે ઘાસચારા અને પાણીની સગવડ કરી ગૌવંશને પાંજરાપોળ મોકલી આપવા તજવીજ હાથધરી હતી મોડાસા ટાઉન પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ઘી પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ ની કલમ મુજબ અજાણ્યા શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી