asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

અકસ્માતની ઘટનાનો લોકો તમાશો બનાવતા હતા : ભિલોડા PSI સેલાર સ્થળ પરથી પસાર થતા ઈજાગ્રસ્તને કારમાં હોસ્પિટલ ખસેડ્યો


સ્માર્ટ ફોનની દુનિયામાં સૌ પ્રથમ રહેવાની હોડમાં અકસ્માતની અનેક ઘટનાઓમાં લોકો ઈજાગ્રસ્તને મદદ કરવાના બદલે ફોટો અને વિડીયો કેપ્ચર કરતા હોય છે
અરવલ્લી SP સંજય ખરાતના માનવીય અભિગમના અભિયાનના પગલે જીલ્લા પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મીઓની સરાહનીય કામગરી

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોની મદદ માટે હંમેશ માટે તત્પરતા દાખવી રહી છે ભિલોડા પોલીસ સ્ટેશનના મહિલા PSI એચ.ડી.સેલારની માનવતા ભરી કામગીરીથી એક ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સમયસર સારવાર મળી જતા જીવ બચી ગયો હતો પીએસઆઇ એચ.ડી.સેલાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઈક ચાલકને તેમની કારમાં અને અન્ય ઈજાગ્રસ્ત યુવકને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી બંને ઈજાગ્રસ્ત યુવકો માટે દેવદૂત બન્યા હતા

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર,ભિલોડા પુલ નજીક એસટી બસની અડફેટે બાઈક ચઢતા અકસ્માત સર્જાતા બાઈક સવાર બંને યુવકો રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાથી કણસતા બંને યુવકોને મદદ કરવાના બદલે મોબાઇલમાં ફોટા અને વિડીયો ઉતારવામાં મશગુલ બનતા જાણે માનવતા મરી પરવારી હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું ત્યારે સ્થળ પરથી પસાર થતા PSI એચ.ડી.સેલાર લોકોનું ટોળું એકઠું થયેલું જોઈ કાર ઉભી રાખી ટોળા નજીક પહોંચતા અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બે યુવકો પડેલા જોવા મળતા તાબડતોડ એક યુવકને તેમની કારમાં અને અન્ય યુવકને બીજા વાહનમાં ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી સારવાર અપાવી હતી જેમાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર આપી હિંમતનગર વધુ સારવાર અર્થે ખસેડી દીધો હતો હાલ ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સમયસર સારવાર મળી રહેતા સ્થિતિ સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી PSI એચ.ડી.સેલાર ક્ષણનો પણ વિચાર કર્યા વગર બંને યુવકોને સારવાર અપાવતાં સ્થળ પર હાજર લોકોએ અને ભિલોડા નગરની પ્રજાએ તેમની કામગીરીની ભારે સરહના કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!