asd
30 C
Ahmedabad
Wednesday, September 18, 2024

અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની ઉંઘ ઉડી, માળ કંપા પ્રાથમિક શાળામાં દરરોજ એક શિક્ષક બાળકોને ભણાવશે


માળ કંપા પ્રાથમિક શાળામાં 30 જૂન પછી કાયમી શિક્ષકોની નિમણુંક કરવામાં આવશે : સૂત્ર
માળ કંપા પ્રાથમિક શાળામાં આજુબાજુની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની રોટેશન મુજબ ફાળવણી કરવામાં આવી

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાની માળ કંપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતું દંપતી 8 મહિના અગાઉ નિવૃત્ત થયા પછી તંત્ર અન્ય શાળામાંથી શિક્ષકો મોકલી વર્ષ પૂર્ણ કર્યા બાદ નવા સત્રમાં રોટેશન પદ્ધતિથી શિક્ષક ની ફાળવણી પણ બંધ કરી દેવામાં આવતા શાળામાં અભ્યાસ કરતા બાળકો એક પ્રવાસી શિક્ષક સહારે અભ્યાસ કરી રહ્યા હોવાની ઘટના Mera Gujarat સહીત અન્ય સમાચાર માધ્યમોમાં પ્રસારિત થતા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં હડકંપ મચ્યો હતો અને તંત્રએ આળશ ખંખેરી જૂના સત્ર પ્રમાણે હાલ પૂરતા બાળકોના અભ્યાસ માટે નજીકની સ્કૂલ માંથી બંદોબસ્ત કરી એક શિક્ષકની નિમણુંક કરી છે શિક્ષકની નિમણુંક થતા શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો

Advertisement

માળ કંપા પ્રાથમિક શાળામાં ધો.1 થી ધો.5માં 15 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેમાં મોટા ભાગના બાળકો ખેત મજુરનો છે માળ કંપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતું દંપતી ઓક્ટોમ્બર મહિનામાં વય નિવૃત્ત થતા શાળામાં કોઈ કાયમી શિક્ષક ન હોવાથી આ શાળામાં આજુબાજુની પ્રાથમિક શાળામાંથી શિક્ષકો મોકલી અને એક પ્રવાસી શિક્ષકની મદદથી જુના સત્રમાં અભ્યાસ કરાવવામાં આવતો હતો સત્ર પૂરું થયા બાદ શાળા ખુલતા શાળામાં નવા સત્રમાં અન્ય શાળામાંથી આવતા શિક્ષક સ્ટાફ પણ અગમ્ય કારણોસર બંધ કરી દેવામાં આવતા સમગ્ર બાળકોનું ભારણ પ્રવાસી શિક્ષકના સહારે ચાલી રહ્યું હતું તેમજ નવા સત્રમાં શિક્ષણ કાર્યને 15 દિવસથી વધુનો સમય થવા છતાં શાળામાં કાયમી શિક્ષકોની નિમણુંક ન થતા અને અન્ય શાળામાંથી આવતા શિક્ષકો પણ ન મુકતા શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભાવિ અંધકારમય બનતા આ અંગેના સમાચાર Mera Gujarat સહીત અન્ય સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતા પ્રાથમિક શિક્ષણ તંત્રએ તાબડતોડ અન્ય શાળાઓમાંથી બંદોબસ્ત પદ્ધતિ મુજબ એક શિક્ષકની નિમણુંક કરી છે અને આગામી મહિનામાં માળ કંપા પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષકની નિમણુંક કરવામાં આવશેની માહિતી પ્રાપ્ત થઇ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!