31.7 C
Gujarat
Thursday, September 17, 2026
Home ક્રાઇમ અરવલ્લી : SMCનો સપાટો,15 લાખની ફોર્ચ્યુનર ગાડીમાં 6.36 લાખ દારૂની ખેપ ઝાલોદર...

અરવલ્લી : SMCનો સપાટો,15 લાખની ફોર્ચ્યુનર ગાડીમાં 6.36 લાખ દારૂની ખેપ ઝાલોદર નજીક નિષ્ફળ બનાવી, જીલ્લા પોલીસતંત્રમાં હડકંપ

0

અરવલ્લી જીલ્લાની આંતરાજ્ય સરહદ પરથી બુટલેગરો પોલીસતંત્રને થાપ આપવા લકઝુરિયસ કાર અને ગાડીમાં વિદેશી દારૂની ખેપ મારી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે ફોર્ચ્યુનર ગાડીનો ફિલ્મીઢબે પીછો કરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાલોદર ગામ નજીકથી 6 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર બંને બુટલેગરો સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે અરવલ્લી જીલ્લામાં ધામા નાખી બુટલેગરોની દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી જીલ્લા પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા કરી રહ્યા છે સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમને ફોર્ચ્યુનર ગાડીમાં રાજસ્થાનની વિદેશી દારૂ ભરી બુટલેગરો અમદાવાદ ખેપ મારી રહ્યા હોવાની બાતમી મળતા સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે ફોર્ચ્યુનર ગાડીની વોચ ગોઠવી હતી ફોર્ચ્યુનર ગાડી આવતા ટીમે ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગરો ઝાલોદર ગામ નજીક રોડ પર ગાડી મૂકી અંધારામાં ફરાર થઇ ગયા હતા.

સ્ટેટ મોનેટરીંગ સેલે ફોર્ચ્યુનર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-357 કીં.રૂ.636020/- નો જથ્થો તેમજ ફોર્ચ્યુનર ગાડી મળી કુલ રૂ.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફોર્ચ્યુનર ગાડીમાં રહેલા ફરાર બે બુટલેગરો અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય બુટલેગરો સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!