અરવલ્લી જીલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકે વહીવટી કારણોસર જીલ્લામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર, તલાટી અને મહેસુલી ક્લાર્કની સામુહિક બદલી કરતા કહીં ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે જીલ્લા કલેકટરે બદલીના આદેશ કરતા કેટલાક કર્મીઓ બદલી અટકાવવા ધમપછાડા કર્યા હોવાની સાથે દબાણ ઉભો કરવાનો પ્રયત્ન કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી જીલ્લા કલેકટરે વહીવટી તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મીઓની સામુહિક બદલીને જીલ્લાના પ્રજાજનોએ આવકારી હતી
અરવલ્લી જીલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકે નાયબ મામલતદાર, તલાટી અને મહેસુલી ક્લાર્કનો બદલીઓ ગંજીપો ચીપ્યો હતો જેમાં 42 ના.મામલતદાર,67 તલાટી અને 31 મહેસુલી ક્લાર્કનો વહીવટી કારણોસર બદલીનો હુકમ કર્યો છે જીલ્લામાં કેટલીક જગ્યાએ ઘણા વર્ષોથી નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર અને મહેસુલી ક્લાર્ક એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા. ગુજરાત સરકાર દ્વારા એક જ જગ્યાએ ચાર વર્ષ કરતા વધુ સમયથી ચીટકી રહેલા આવા અધિકારીઓની બદલી કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસંધાને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીકે દ્વારા બદલીનો હુકમ કરવામાં આવ્યો છે