મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ઠેર ઠેર ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો ઉત્સાહભેર કુવારી કન્યાઓ દ્વારા આરંભ કરવામાં આવ્યો છે. જેમા કન્યાઓ પાંચ દિવસ ઉપવાસ કરી ભગાવન શંકરની તથા નાની બાળાઓ ટોપલીમાં વાવેલ જવારાની પુજા અર્ચના કરે છે ત્યારે મોડાસા શહેરની નાલંદા-2 સોસાયટીમાં આવેલ પીપલેશ્વર મહાદેવ મંદિર નો અનેરો મહિમા હોવાથી મોટી સંખ્યામાં દીકરીઓ પૂજા અર્ચના કરવા ઉમટી પડતા સોસાયટી વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાય છે
મોડાસાની નાલંદા -2 સોસાયટીમાં બિરાજમાન પિપલેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 7 વર્ષથી ગૌરીવ્રત પૂજનમાં 60થી વધુ દિકરીઓ બેસે છે અમિતભાઈ મહારાજ દ્વારા પૂજા અર્ચન કરાવવામાં આવે છે. અને ગૌરીવ્રતના છેલ્લા દિવસે નાલંદા મંદિર સમિતિ અને નાલાંદા યુવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી દરેક સમાજની દીકરીઓ અને વ્રત રાખનાર 200થી પણ વધુ દીકરીઓને ભોજન કરાવી અને દક્ષિણા આપી વ્રતની પુર્ણાહુતીની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે 6 જુલાઈએ સાંજના સુમારે દીકરીઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે