રાજ્યમાં ઓનલાઈન ગેમ-જુગાર રમાડતી એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવાની માગ ધીરેધીરે વધી રહી છે ઓનલાઈન ગેમિંગનો રાક્ષસ યુવાધન સહીત સગીરોને બરબાદીના પંથે ધકેલી રહ્યો છે ઓનલાઈન તીન પત્તી સહીત અનેક જુગાર રમાડતી એપ્લિકેશનથી યુવાઓનું ભવિષ્ય સંકટ માં મુકાયું છે યુવાવર્ગ દેવામાં ડૂબી જાય છે અને આપઘાત કરવાની નોબત આવે છે ત્યારે રાજ્યમાં ઓનલાઈન તીનપતી જુગારની એપ્લિકેશન બંદ કરવા માટે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી તીન પત્તી ઓનલાઇન જુગાર રમાડતી એપ્લિકેશન બંધ કરવામાં આવેની માંગ કરી છે
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પત્ર લખી જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં તીનપતી ઓનલાઈન જુગારનું ચલણ વધી રહ્યું છે અને તેને કારણે યુવાનોનું ભવિષ્ય સંકટમાં છે તેમજ ઓનલાઈન તીનપતી જુગારની રમતથી રાજ્યના અનેક યુવાનો દેવામાં ડૂબી જતા હોય છે અને પોતાનું જીવન ટુકાવી દેવાની નોબત આવે છે ત્યારે હવે આ બાબતે બોટાદના ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાના પત્રમાં તીનપતી ઓનલાઈન જુગારની એપ્લિકેશન તેમજ ગુજરાતી ચેનલમાં આવતી તીનપતી, રમી જેવી જુગારની તેમજ વિમલ ગુટકા, દારુની જાહેરાત પર તત્કાલ પ્રતિબંધ મુકવાની માંગ કરી છે