અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફીકના નિયમનો ઉલાળીયો કરી બેફામ ગતિએ વાહન હંકારતા હોવાથી સતત અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે અનેક નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ અક્સ્માતનો ભોગ બની રહ્યા છે મેઘરજ તાલુકાના સતરડી ગામ નજીક સ્વીફ્ટ કારે સરડોઇ ગામના દંપતીની બાઇકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાતા આશાસ્પદ યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન પ્રાણપંખેરું ઉડી જતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત પત્ની બેબાકળી બની હતી અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા હતા ટીંટોઈ પોલીસ સ્થળ પર પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી સરડોઇ સહીત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી
મોડાસા તાલુકાના સરડોઇ ગામનો આશાસ્પદ યુવક મહેન્દ્રભાઈ નાથાભાઈ સોલંકી પત્ની પ્રિયંકાબેન સાથે બાઈક પર સબંધીના ઘરે મળવા નીકળ્યા હતા મેઘરજના સતરડી ગામ નજીકથી પસાર થતા યમદૂત બની ધસી આવેલી સ્વીફ્ટ કારના ચાલકે પુરઝડપે બેફામ ગતિએ ગફલતભરી રીતે હંકારી દંપતીની બાઇકને ધડાકાભેર ટક્કર મારતા બાઈક સવાર દંપતી રોડ પર પટકાઈ ગયું હતું સ્વીફ્ટ કારની ટક્કરથી બાઈક ચાલક મહેન્દ્રભાઈ સોલંકી અને તેમના પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મહેન્દ્રભાઈ સોલંકીનું મોત નિપજતા પરિવારજનો સહીત સગા-સબંધીઓએ કલ્પાંત કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી અકસ્માતની ઘટનાના પગલે ટીંટોઈ પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી અકસ્માત સર્જી સ્વીફ્ટ કાર ચાલક સ્વીફ્ટ સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો
ટીંટોઈ પોલીસે સરડોઇ ગામના દિનેશભાઇ કચરાભાઈ વણકરની ફરિયાદના આધારે નંબર વગરની સ્વીફ્ટ કારના અજાણ્યા ચાલક સામે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા