asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી: મેઘરજના કુણોલ ગામમાં રાઠોડ ફળીમાં કાચા રસ્તાના કારણે કાદવ કીચડમાંથી પસાર થઇ ભણવા જતા વિધાર્થીઓ, આઝાદી પછી પણ ગામના લોકો રસ્તા થી વંચિત રહ્યા,જ્યાં જોવો ત્યાં માત્ર કાદવ અને કીચડ જ


કેટલાક ગામો માં આજે પણ રસ્તાની દયનીય હાલત જોવા મળી રહી છે દેશ આઝાદ થયો છતાં પરિસ્થિતિ ન બદલાઇ, માણસની પ્રાથમિક જરૂરિયાત રોડ,રસ્તા, અને પાણી પણ આજે ગુજરાતનાં કેટલાય ગામો એવા છે જ્યાં રસ્તાની હાલત ઘણી ખરાબ છે,સરકાર કહે છે દીકરીઓ ને ભણાવો પણ જયારે દીકરીઓ ભણવા માટે તૈયાર થાય છે પણ કાદવ કીચડ વારા રસ્તામાં માંથી પસાર થઇ ને ભણવા જવા એ પણ મજબુર હશે.

Advertisement

Advertisement

મેઘરજ તાલુકાના એક દયનીય ને કાદવ કીચડ વારા રસ્તાની વાત જેમાં મેઘરજના કુણોલ ગામ જે 2500 થી વધુ વસ્તી ધરાવતું ગામ છે અને ગામમાં અલગ અલગ જ્ઞાતિ ધરાવતા લોકો વસવાટ કરે છે ત્યાં ગામમાં રાઠોડ ફળી આવેલ છે જ્યાં અંદાજિત 20 વધુ મકાન આવેલ છે અને ત્યાં ના 15 થી વધુ બાળકોને અભ્યાસ અર્થ એ શાળાએ જવા માટે માત્ર એકજ રસ્તો છે જે કાચો રસ્તો કુવા પરથી ગામ તરફ જાય છે પરંતુ હાલ આ રસ્તાની એટલી બધી હાલત ખરાબ છે કે જ્યાં જુવો ત્યાં કાદવ અને કીચડ પ્રથમ વરસાદ ને લીધે હાલ રસ્તાની દનીય હાલત છે વિધાર્થીઓ દીકરી દીકરાઓ ને કાદવ કીચડમાં થઇ ને ચપ્પલ હાથમાં લઇ ગામની શાળામાં અભ્યાસ કરવા માટે જવા મજબુર બનવું પડ્યું છે.

Advertisement

આ બાબતે ગામમાં જાગૃત નાગરિક ના જણાવ્યા અનુસાર આ બાબતે મળતી માહિતી મુજબ ઘણી વાર રજુઆત કરવામાં આવી છે પંચાયત માં તેમજ ગામના સદસ્ય ને પણ આ બાબતે રજુઆત કરાઈ છે અને આ રસ્તો મંજુર પણ થયેલ છે તેવું જાગૃત નાગરિક દ્વારા જાણવા મળ્યું હતું પરંતુ કયા કારણે રસ્તો બન્યો નથી હવે એ તપાસને આધારે નક્કી થશે ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી તપાસ કરાવે તે જરૂરી છે પરંતુ જ્યારે વિધાર્થી જીવન ના ઘડતર ની વાત કરવામાં આવે તો શું કાદવ કીચડ ના રસ્તામાંથી પણ ભણવા માટે મજબુર બનવું પડે તો એ પંચાયત ને શોભનીય નથી તો ઝડપથી નવીન રસ્તો બને તેવી માંગ સેવાઈ રહી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!