26 C
Ahmedabad
Friday, April 12, 2024

EXCLUSIVE : 12 વર્ષીય વિદ્યાર્થીએ ભાગવદ ગીતા કંઠસ્થ કરી, ગ્રામજનોને ભાગવદ ગીતાનું રસપાન કરાવતા ગ્રામજનો અભિભૂત


રૂપાલકંપાના 12 વર્ષીય તીર્થ વિશાલ પટેલ ભાગવદ ગીતાનું પઠન કરે ત્યારે ગ્રામજનોને તેનામાં મહંતના દર્શન થતા હોય તેવો અહેસાસ

Advertisement

૧૨ વર્ષના બાળકે પિતા સમક્ષ ભાગવદ ગીતા વાંચવાની ઈચ્છા વ્યક્ત કરી,પરિવારજનો ગામમાંથી વાજતેગાજતે ઘરે ભાગવદ ગીતા લાવ્યા,બે મહિનામાં બાળકે ભાગવદ ગીતા વાંચીને ગ્રામજનોને સંભળાવી

Advertisement

નૈતિકતાના પાઠ શીખવતા અદ્ભુત અને મૌલિક ગ્રંથનું વાંચન કરી સમગ્ર પંથકમાં લોકચાહના મેળવી

Advertisement

 

Advertisement

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે.માનવીના જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતા જ્ઞાન ઉપયોગી ન બનતું હોય.. ગીતાની એટલી બધી વિશિષ્ટતાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ નવા શૈક્ષણિક સત્રથી માધ્યમિક અને ઉચ્ચતર-માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા સામેલ કરવાનો નિર્ણય કરાયો છે. નવા શૈક્ષણિક સત્રથી રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ ૬થી ૧૨માં ભગવદ્ગીતાનો અભ્યાસ ફરજિયાત બનશે. આ ઉપરાંત શાળાની સમૂહપ્રાર્થનામાં પણ ગીતાના શ્ર્લોકોનું પઠન ફરજિયાત બનશે. ગુજરાતના આ નિર્ણય બાદ કર્ણાટક સરકારે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાની આવકાર્ય પહેલ કરી છે તથા બિહાર, મહારાષ્ટ્ર જેવાં અન્ય રાજ્યો પણ પોતાને ત્યાં શાળાઓમાં ભગવદ્ગીતા ભણાવવાની માંગણી કરી રહ્યાં છે.

Advertisement

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કચ્છી પાટીદાર પરિવારના ધોરણ ૭ માં અભ્યાસ કરતા તિર્થ વિશાલભાઈ પટેલ ૧૨ વર્ષની નાની વયે શ્રીમદ ભાગવત કથાનું રોજ એક કલાક પઠન કરી શ્રોતાઓને દિવ્ય વાણી થી મંત્રમુગ્ધ કરી હિંદુ સંસ્કૃતિને સનાતન પરંપરાને જાળવી રાખી વર્તમાન સમયમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. હિમતનગર તાલુકાના રૂપાલ કંપામાં રહેતા ૧૨ વર્ષિય બાળકે પોતાનું શૈક્ષણિક સત્ર પૂર્ણ કરી ઉનાળુ વેકેશન દરમિયાન પિતાને કહ્યું મારે ભાગવદ ગીતા વાચવી છે આજના ટેકનોલોજી સભર યુગમાં બાળકો જ્યાં મોબાઈલના પ્રભાવમાં જીવન જીવી રહ્યા છે ત્યાં ગીતા જેવા મહાન ગ્રંથ માટે તેનું વાંચન કરી પરિવારજનો સહિત ગ્રામજનોને માહિતગાર કરવાની ઈચ્છા વ્યક્ત કરતા પરિવારજનો સહિત ગ્રામજનો ભાવવિભોર બની ગયા હતા ત્યારે પિતા સહીત પરિવારજનો એક ગ્રામજનના ઘરેથી વાજતે ગાજતે પૂજન અર્ચન કરી ભાગવદ ગીતા ઘરે લાવ્યા હતા.બાળકે બે મહિનામાં ભાગવદ ગીતા વાચી લીધા બાદ વાજતે ગાજતે પરત ગ્રામજનના ઘરે મૂકી આવ્યા હતા.

Advertisement

INBOX:- અભ્યાસ સાથે ધાર્મિક આસ્થા ધરાવતા તીર્થ પટેલ વિશે જાણવા જેવુ … !

Advertisement

તિર્થ પટેલ નાનપણથી ભજન, કીર્તન અને કથાવાર્તા સાંભળવાનો તેમજ ટીવી પરની રામાયણ, મહાભારત જેવી ધાર્મિક સિરીયલો જોઈ કથાનું પઠન કરવાનો વિચાર આવતા તેના પાટીદાર પરિવારે ઘર આંગણેથી ૬ મેં ૨૦૨૩ના રોજ કથાનો પ્રારંભ કર્યા બાદ બે માસના અંતે પૂર્ણાહુતિ થતા સ્થાનિક ગ્રામજનોએ આ બાળ કથાકારને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા.

Advertisement

દરરોજ વહેલી સવારે ઉઠીને પૂજા પાઠ કરવા ગામના મંદિરોમાં જઈ દર્શન કરવા અને આરતી કરવી અને પીપળે પાણી ચડાવવા જેવી ધાર્મિક પ્રવૃતિમય રહેતો તીર્થ પટેલ જે રૂપાલ કંપામાં રહે છે અને તલોદની રણાસણમાં સ્કુલમાં ધો 7 માં અભ્યાસ કરે છે. ભણવામા પણ અવ્વલ રહેતા તીર્થ પટેલે તેના પિતાને ઉનાળુ વેકેશનમાં ભાગવદ ગીતા વાચવાની વાત કરી હતી.ત્યારબાદ પિતાએ ગામમાં રહેતા કિર્તનભાઈ મુળજીભાઈ પટેલના ઘરેથી ભાગવદ ગીતા પૂજન અર્ચન કરી ઘરે લાવ્યા હતા.ત્યારબાદ તીર્થ પટેલ ઉનાળામાં સવારે અને સ્કુલ શરુ થયા બાદ બપોર બાદ ભાગવદ ગીતાનું વાંચન કરતા પરિવારજનો વડીલો અને ગ્રામજનો પણ સંભાળવા આવતા હતા.દરરોજ દિનચર્યા બાદ ભાગવદ ગીતાનું શ્લોક સાથે વાંચન અને સમજણ પણ આપતા બે મહિનામાં તીર્થ પટેલે સંપૂર્ણ ભાગવદ ગીતા વાંચી લીધી હતી.ત્યારબાદ પરિવારજનોએ વાજતે ગાજતે પૂજન અર્ચન કરી ભાગવદ ગીતાને માથે મુકીને પરત કીર્તનભાઈના ઘરે મૂકી આવ્યા હતા.આમ ભણતરના ભાર સાથે બાળકે ધર્મનો ભાર સંભાળ્યો હોય તેવું જોવા મળ્યું છે.

Advertisement

— ગીતા વિશે એક અદ્ભુત પ્રયોગ પણ પ્રચલિત છે.

Advertisement

જ્યારે તમે ખૂબજ મુશ્કેલીમાં હોવ, કોઈપણ રસ્તો સૂઝતો જ ના હોય, ચારે તરફથી નિરાશા જ મળી હોય ત્યારે ગીતા માતાના શરણે જાવ. ગીતા હાથમાં લો. શ્રદ્ધાપૂર્વક ૧૧ વખત શ્રીકૃષ્ણ ભગવાનનો મંત્ર બોલો. શ્રીકૃષ્ણઃ શરણં મમ હવે ગીતા ખોલો. પેન્સિલ – પેનની અણી કોઈપણ શ્લોક ઉપર મૂકો. ત્યાં જે શબ્દ કે શ્લોક છે તેનો જે અર્થ થાય છે તે જ તમારા પ્રશ્નનો ઉપાય – જવાબ છે. મોટાભાગના અનુભવો સફળ જ થયા છે. સુખને એક અવસર તો આપો.. મહાત્મા ગાંધીજી ખુદ કહેતા મુશ્કેલીમાં હું ગીતામાતાના શરણે જઉં છું…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!