‘ગબ્બર ઇઝ બેક’ ફિલ્મ જેવી ઘટનાઃહિંમતનગર મેડીસ્ટાર હોસ્પિટલના તબીબોએ મૃત બાળકીને સારવાર આપવાના નામે કૌભાંડ આચર્યું
Advertisementરોગ્યની ટીમે મેડીસ્ટાર હોસ્પિટલની તપાસ માટે પહોંચીને સમગ્ર કરતૂત બહાર આવતાં ચકચાર
Advertisement
અક્ષય કુમારની ફિલ્મ ‘ગબ્બર ઇઝ બેક’ ફિલ્મના દ્રશ્યો સાબરકાંઠા જીલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં સહકારી જીન રોડ પર આવેલી મેડીસ્ટાર હોસ્પિટલમાં જોવા મળ્યા હતા ફિલ્મમાં જે રીતે ખાનગી હોસ્પિટલમાં મૃતક દર્દીને સારવાર આપી લૂંટ ચલાવવામાં આવતી હોય છે તે પ્રમાણે મેડીસ્ટાર હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ સારવાર લઇ રહેલી બાળકીનું મોત નીપજ્યું હોવા છતાં હોસ્પિટલના તબીબોએ સારવાર ચાલુ રાખી હતી કુટુંબીજનોને પણ શંકા જતા તેમને બાળકીની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરતા ઇન્ફેક્શનનો ડર બતાવી પરિવારજનોને પણ બાળકી પાસે જવા દેતા ન હતા ત્યારે ગાંધીનગર આરોગ્ય ટીમની રેડ પડતા મૃત બાળકીને સારવાર આપવામાં આવી રહી હોવાનું જોઈ ચોંકી ઉઠ્યા હતા અને હોસ્પિટલને 14 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો
તબીબને ભગવાનનું બીજું સ્વરૂપ ગણવામાં આવે છે કેટલાક તબીબો તબીબ ધર્મને કોરાણે મુકી દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરતા હોવાથી દર્દીઓ અને પરિવારજનો દરેક તબીબને શંકાની નજરે જોતા હોય છે હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલ PMJAY યોજન હેઠળ દર્દીઓને સારવાર આપી તેના કરતા વધુ બિલ મૂકી ગેરરીતિ આચરતી હોવાની બૂમો ઉઠી હતી હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ બાળકીને સારવાર આપવામાં આવી રહી હોવાની સાથે તેની સારવારની ક્લેઇમની પ્રોસેસ પણ ચાલુ કરી હતી ત્યારે નેશનલ હેલ્થ મિશનના એમડી રેમ્યા મોહનના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો આરોગ્યની ટિમ પણ મૃત બાળકીની સારવારના નામે ધુપ્પલ ચાલતું જોઈ ચોંકી ઉઠી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી બાળકીના પરિવારજનોને હોસ્પિટલ સ્ટાફ સારવાર ચાલુ હોવાનું રટણ કરતો હતો જેની પાછળ પૈસા કમાવાની મેલી મુરાદ હતી. માત્ર નાણાં કમાવવાના હેતુથી આચરવામાં આવેલા જનઘન્ય અપરાધ અંગે તપાસ દરમ્યાન પર્દાફાશ થયો હતો.
સરકાર દ્વારા PMJAY યોજનામાં સરકાર બીલ ચુકવતી હોવાથી એ યોજના હેઠળ મોટી રકમ મેળવી શકાય એ બદઇરાદાથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. હોસ્પિટલને 14,47,600નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
ર્ડો.રાજ સુતરીયા CDHO, સાબરકાંઠાના જણાવ્યા અનુસાર
ર્ડો.રાજ સુતરિયાએ જણાવ્યું કે ‘નેશનલ હેલ્થ મિશનના એમડી રેમ્યા મોહનના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. મેડીસ્ટાર હૉસ્પિટલ દ્વારા ક્લેમ અંગે ગેરરીતિ કરવામાં આવતી હતી ઉપરાંત બાળકોને સારવાર પણ આપવામાં આવતી નહોતી.’ર્ડો. સુતારિયએ વધુમાં કહ્યું કે ‘હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત ડોક્ટરની હાજરી જોવા મળી નહોતી. આ બધી બાબતોને ધ્યાને લેતાં ટેન્ડરની જે શરતો છે એ પ્રમાણે એમનું જે પેકેજ 1.80 લાખનો જે ક્લેમ કર્યો હતો, એનાથી આઠ ગણો દંડ એમને ફટકારવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ હોસ્પિટલ આવી ગેરરીતિ ન આચરી શકે એ માટે એને PMJAY યોજનામાંથી બ્લેક લિસ્ટ પણ કરવામાં આવી છે. મરણ થયું છતાં બાળકનું ડિસ્ચાર્જ કરવામાં નહોતું આવ્યું. સાથે ક્લેમની પ્રોસેસ પણ ચાલુ કરવામાં આવી હતી.’