અરવલ્લી SP સંજય ખરાતે શામળાજી પોલીસ સ્ટેશનમાં SMCએ નોંધાવેલ બે પ્રોહિબિશનના ગુન્હાની તપાસ અન્ય અધિકારીને સોંપી
જીલ્લા પોલીસવડા સંજય ખરાતે રીવ્યુ બેઠક બોલાવી
અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની વિવિધ શાખાઓ અને શામળાજી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે
શામળાજી પોલીસની ધુતરાષ્ટ્ર નીતિની પગલે બુટલેગરો બેફામ,બે જાંબાજ PSI અને તેમની ટીમને ઉંઘતા રાખી SMCએ દારૂની લાઈનનો કર્યો પર્દાફાશ
રતનપુર ઠેકા પરથી દારૂની લાઈન મારફતે દારૂ રાજ્યમાં દારૂ ઠલવાઇ રહ્યો હતો ને શામળાજી પોલીસને ગંધ પણ ન આવી
અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી દારૂની લાઈન ચાલતી હોવાનો SMC એ પર્દાફાશ કર્યો છે જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે ધામા નાખી સતત જીલ્લામાં બિંદાસ્ત ચાલતી દારૂની લાઈન અને વેપલાને ઝડપી પાડી જીલ્લા પોલીસતંત્રની વિવિધ એજન્સી અને સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા કર્યા છે સ્ટેટ મોનેટરીંગ સેલે શામળાજીના કડવથ ગામ નજીક નાકાબંધી કરી દારૂ ભરેલી 4 લકઝૂરિયસ કારમાંથી 7.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક બુટલેગરને દબોચી લીધો હતો અન્ય કાર ચાલક બુટલેગરો અંધારામાં છું થઇ ગયા હતા રતનપુરના ઠેકા પરથી પાયલોટિંગ સાથે દારૂની લાઈન ચાલતી હતી સ્થાનિક પોલીસની સંડોવણી હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે
સ્ટેટ મોનેટરીંગ સેલને રતનપુર ચેકપોસ્ટ અને અંતરિયાળ માર્ગો પરથી દરરોજ લકઝૂરિયસ કારની લાઈન મારફતે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અમદાવાદ,ખેડા સહીત અન્ય જીલ્લાઓમાં ઠલવાતો હોવાની ગંધ આવતા સ્ટેટ મોનેટરીંગ સેલની અલગ-અલગ ટીમો ખાનગી વોચ ગોઠવવાની સાથે બાતમીદારો સક્રિય કર્યા હતા અને બાતમીદારોના મારફતે વિદેશી દારૂની લાઈનનો પર્દાફાશ કરતા સ્થાનિક પોલીસ સહીત જીલ્લા પોલીસતંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે
સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે ધોધમાર વરસાદમાં શામળાજી નજીક પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા રતનપુર ઠેકાનો ચલાવનાર સુકલાલ ડાંગી દારૂની લાઈન ચલાવતો હોવાની સાથે દારૂ ભરી ત્રણ કાર અને ઇનોવા ગુજરાતમાં પ્રવેશી હોવાની બાતમી મળતા અસાલથી કડવથ રોડ વોચ ગોઠવી દારૂ ભરેલા વાહનો આવતા ખાનગી વાહનોની આડશ ગોઠવી દેતા દારૂ ભરેલી ચાર કાર રોડ પર મૂકી બુટલેગરો દોટ લગાવતા સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમના હાથે વેન્ટો ગાડીનો ચાલક મનોહરલાલ કાનારામ ઝડપાઇ ગયો હતો અન્ય બુટલેગરો ફરાર થઈ ગયા હતા ચાર કારમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-3610 કીં.રૂ.724736/- તથા ચાર કાર, બે મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ.રૂ.3236436/- નો મુદ્દામાલ કબ્જે કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
INBOX :- દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરોના નામ વાંચો
1)મનોહરલાલ કનારામ (રહે,ગોદારો,બાડમેર,રાજસ્થાન)
2)વેન્ટો ગાડીનો ચાલક સુરેશ માંજું
3)વર્ના ગાડીનો ચાલક રાજ બાપુ
4)ઇનોવા ગાડીનો ચાલક પ્રકાશ ડાંગી
5)રતનપુર ઠેકો ચલાવનાર સુકલાલ ડાંગી ઉર્ફે સકાજી સુખરામ ડાંગી
6)નસવંત મંગારામ રબારી
7)બલદેવરામ મંગળારામ જાટ (ઠેકનો ભાગીદાર)
8)સપ્લાયર ભરતસિંહ નાગર (લાઈનનું પાયલોટિંગ કરનાર)
9)દારૂની ગાડી લેવા આવનાર તેમજ તપાસમાંથી જે નામ નીકળે તે