અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં વિદેશી દારૂની લાઈનો સક્રિય છે દર રવિવારે સાઠંબા થઈ દારૂ ભરેલી એક ગાડી બે માઈ ખાલી થતી હોવાની લોક ચર્ચા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બાયડ ના રીઢા બુટલેગરના ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યા બાદ સક્રિય થયેલી બાયડ પોલીસે સાઠંબા તરફથી આવતી સીએનજી રીક્ષામાંથી રૂપિયા ૩૧,૪૦૦/-નો દારૂ તેમજ રીક્ષા સહિત કુલ મુદ્દામાલ રૂપિયા ૧,૩૧,૯૦૦/-ઝડપી પાડયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
બાયડ પોલીસ મથકનો સ્ટાફ રાત્રીના સમયગાળા દરમ્યાન પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે માધવકંપા ત્રણ રસ્તા ઉપર વાહન ચેકિંગ કરતા હતા ત્યારે સી.એન.જી. રીક્ષા સાઠંબા રોડ તરફથી આવતી હતી રીક્ષાના ચાલક તથા અંદર બેઠેલ ઈસમોને પોલીસની ગાડી જોતાં રીક્ષા અંદર બેઠેલા ચાર ઈસમો પૈકી બે ઈસમો સી.એન.જી રીક્ષામાંથી ઉતરી નાસી છુટયા હતા સી.એન.જી રીક્ષામાંથી તપાસ કરતા વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૧૯૧ જેની કિંમત રૂપિયા ૩૧,૪૦૦ તથા સી.એન.જી રિક્ષા, મોબાઈલ ફોન, કુલ મુદામાલ કિંમત રૂપિયા ૧,૩૩,૯૦૦/-ના મુદ્દામાલ સાથે અજય કમલેશભાઈ ચારણ, બાપુલાલ મણીલાલ સોલંકી, તથા વોન્ટેડ – સંજુ સીધી, વોન્ટેડ – વિજય ઠાકોર (તમામ રહે.કુબેરનગર-અમદાવાદ) મુદ્દામાલ કિંમત સાથેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.