asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

અરવલ્લીઃ બાયડની દખણેશ્વર ગ્રામ પંચાયતની ચુંટણીનું પરિણામ રદ્દ થતાં અનેક પ્રકારના તર્ક વિતર્કઃ તંત્ર દોડતું થઇ ગયું…!!


ડિસેમ્બર 2021 માં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતગણતરીમાં ગેરરીતીની થયા હોવાની ફરિયાદ ઉઠી હતી

Advertisement

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના દખણેશ્વર ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં ગેરરીતી થયા હોવાનું અરજદારે ફરિયાદ કરતાં બાયડની પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ દ્ધારા આદેશ કરતા ડીસેમ્બર 2021 માં યોજાયેલી સરપંચની ચૂંટણીનું પરિણામ રદ કરતાં સમગ્ર પંથકમાં અનેક પ્રકાર ના તર્ક વિતર્ક સર્જાયા છે ….

Advertisement

વર્ષ 2021 માં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતગણતરીમાં ગેરરીતિ થયાની ફરિયાદો અનેક ગ્રામ પંચાયતોમાંથી ઉઠવા પામી હતી અનેક અરજદારોએ તાલુકા સ્તરે જિલ્લા સ્તરે રજૂઆતો કરી હતી.

Advertisement

બાયડ તાલુકાની દખણેશ્વર ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવાર અભયકુમાર પટેલે બાયડની નામદાર કોર્ટમાં ચૂંટણી તંત્રએ ગેરરીતિ ભરી મત ગણતરી કરી પરિણામ આપવાના નિર્ણયને પડકાર્યો હતો તેમના વતી વિધ્વાન ધારાશાસ્ત્રી ગોરધનભાઈ એસ પટેલ ધારદાર રજૂઆત કરી હતી કે મતપત્રકમાં સિક્કો મારવાની દાંડી પર એક તરફ સ્વસ્તિકનું નિશાન હતું અને બીજી તરફ એરોનું નિશાન હતું જે આ જ પહેલા બંને બાજુ સ્વસ્તિકનું નિશાન આવતું હતું. પરંતુ તંત્રએ અરજદારને સ્વસ્તિકના નિશાન વાળા મળેલા મત માન્ય ગણ્યા હતા જ્યારે એરોના નિશાન વાળા 435 મતોને અમાન્ય ઠેરવી ઉમેદવારને પરાજિત જાહેર કર્યો હતો જે સામે નામદાર કોર્ટ બાયડે ચુકાદો આપી સંપૂર્ણ પારદર્શી પ્રક્રિયામાં ફરીથી મત ગણતરી કરવાનો હુકમ કર્યાનું જાણવા મળ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!