પટેલના મુવાડા ગામે સાપ નિકળતાં વન કર્મચારીએ ડાકોરથી સાપ પકડવાવાળો બોલાવી આપીએ તેમ જણાવતાં માંડ પેટ ભરતા મજુર વર્ગના પરિવાર પાસે ખર્ચ આપવાની રકમ નહોતી હવે તે શું કરે
અરવલ્લી જિલ્લામાં વન વિભાગ બાયડ તાલુકાનું તંત્ર ખાડે ગયું હોય તેમ લાગી રહ્યું છે. કાં તો કર્મચારીઓને સાચી આવડત નથી કે પછી ઝેરી જાનવરોથી જનતાનું રક્ષણ કરવાની જવાબદારીમાંથી છટકી જવા બહાનાં શોધતા હોય તેમ લાગી રહ્યું છે…!!!
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે જમીનમાં સાપના દર પુરાઈ જવાથી ઝેરી બિન ઝેરી સાપો માનવ વસ્તીમાં ઘૂસી જવા લાગ્યા છે રોજબરોજ તાલુકાના અનેક ગામડાઓમાં સાપ નીકળ્યાની ફરિયાદો જોવા મળે છે
સાપના ડરના લીધે ક્યાંક તો લોકો ભાગંભાગ કરી મૂકે છે કે પછી વન વિભાગના કર્મચારીઓને સાપને પકડી લેવા માટે ફોન કરે છે જાણવા મળ્યા મુજબ સાપ નીકળ્યો હોય ત્યારે જનતા જ્યારે વન કર્મચારીને ફોન કરે છે ત્યારે અમોને સાપ પકડવાની તાલીમ આપવામાં આવી નથી તેમ જણાવે છે….!!!પરંતુ જો તમે કહો તો બહારથી સાપ પકડવા વાળો બોલાવી આપીએ જેનો ખર્ચ રૂપિયા 500 લાગશે તેમ જણાવે છે હવે કદાચ પચાસેક કિલોમીટર દૂરથી સાપ પકડવા વાળો આવી પણ જાય ત્યાં સુધીમાં તો સાપ ભાગી ગયો હોય કાં તો ગ્રામીણ માણસોએ તેને મારી નાખ્યો હોય આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે…..!!!
વન્ય જીવો માટે કામ કરતા વગડો ટ્રસ્ટે ત્રણ માસથી કામ બંધ કર્યું છે
આજ સુધી તો વગડો ટ્રસ્ટ નામની સ્વૈચ્છિક સંસ્થા કોઈપણ પ્રકારના ચાર્જ વગર માનવ વસ્તીમાં નીકળેલા સાપને પકડીને સુરક્ષિત કુદરતી સ્થાને છોડી મૂકવાનું કામ કરતી હતી પરંતુ વગડો ટ્રસ્ટના રાજ પટેલે જણાવ્યા મુજબ વન વિભાગ દ્વારા આજ દિન સુધી અમારા સ્વયંસેવકોને કોઈપણ પ્રકારનો સહયોગ તો ઠીક પણ પ્રોત્સાહન રૂપે એકાદ સર્ટિફિકેટ પણ આપીને સન્માન કરવામાં આવ્યું નથી અને અમોને પુછ્યા વગર તમારે સાપ પકડવા જવું નહીં આવી રીતે વન વિભાગએ જણાવતા અમો વગડો ટ્રસ્ટના સ્વયં સેવકોએ છેલ્લા ત્રણ માસથી સાપ પકડવાનું બંધ કર્યું છે..