રાજ્યમાં મિલેટ્સ એટલે કે જાડા ધાનના પાક પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય તેવા આશય સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.આ સંદર્ભમાં આપણા પરંપરાગત ધાન એવા બાજરી, જુવાર, રાગી, મકાઇ ને વિશ્વના દેશો પણ અપનાવે તેવી સંકલ્પના સાકાર કરવામાં સફળતા મેળવવા આગળ વધી રહ્યા છીએ.
મિલેટ્સ વર્ષ ૨૦૨૩ અંતર્ગત આજ રોજ અરવલ્લી જિલ્લા આઇ.સી. ડી.એસ હસ્તકના તમામ તાલુકાઓ મેલેટ્સ વર્ષ ની ઉજવણી કરવામાં આવી.જે અંતર્ગત બેહેનો દ્વારા દરેક પ્રકારના મિલેટસ્ નો ઉપયોગ કરી વાનગીઓ બનાવવામાં આવી.તેમજ લાભાર્થીઓને તેના ફાયદા વિશે સમજ પૂરી પાડવામાં આવી.અરવલ્લી જિલ્લાના પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા મિલેટ્સમાંથી બનતી વાનગીઓનુ નિર્દેશન રાખવામાં આવ્યું જેમાં આંગણવાડીના બહેનોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ અને આંગણવાડી વર્કરને પ્રોત્સાહિત કરવામા આવેલ હતા. જેમને બહેનો દ્વારા મિલેટ્સનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું