હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જીલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો મોડાસા શહેરમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે મેઘરજ નગરમાં ગુરુવારે રાત્રે 1 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો તળાવમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું મેઘરજ ગ્રામ પંચાયતની પ્રિ મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર હોય તેમ ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતા નગરજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો
અરવલ્લીના મેઘરજ સહીત તાલુકા માં મધરાત્રે કડકા- ભડકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.મોડી રાત્રે પડેલા વરસાદને કારણે મેઘરજ નગરમાંનીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.ત્યારે મેઘરજ નગરમા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે.મેઘરજ નગરમાં વરસાદ પડે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષો જૂની બની છે.જોકે આ સમસ્યા નું નિરાકરણ આજ સુધી આવ્યું નથી મેઘરજના કસ્બા વિસ્તાર, આંબાવાડી ,રામનગર, શ્રી.પી.સી.એન હાઈસ્કુલ સહીત નીચાણ વાળા વિસ્તારમા આ તમામ વિસ્તારમાં વરસાદ પડતાની સાથે જ સ્વીમીંગ પુલમાં ફેરવાઈ જવાની સમસ્યા વર્ષો જૂની બનતા લોકો મોટી મુશ્કેલી વેઠી રહ્યા છે.ત્યારે મેઘરજ ગ્રામપંચાયતની પ્રિ મોનશુન કામગીરી માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.મેઘરજના સીમલેટી માં વિજળી પળતા બે ભેસનુ મોત નિપજ્યુ છે.મેઘરજ ના કબ્સા વિસ્તારમા મકનની દિવાલ ધરાસાઈ ની ગટના સામે આવિ હતી.સાથે મેઘરજ સહીત ગ્રામ્ય વિસ્તાર માં પણ ભારે વરસાદ થી ખેતરો બેટ માં ફેરવાયા છે.ખેડૂતો ની મગફળી,સોયાબીન નો પાક પાણી માં ગરકાવ થયો હોય તેવુ જોવા મળ્યુ છે