ગાંધીનગર સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના અંતરિયાળ માર્ગ પરથી પસાર થતી લકઝુરિયસ કારમાં દારૂ ભરીને પસાર થતી લાઈનનો જીવના જોખમે પર્દાફાશ કરતા શામળાજી પોલીસ સ્ટેશનની કામગીરી પર માછલાં ધોવાયા હતા અને ટૂંકા ગાળામાં વિજિલન્સની બે રેડમાં દારૂની ખેપનો પર્દાફાશ થતા જીલ્લા SP સંજય ખરાતે બંને કેસની તપાસ અન્ય પોલીસ સ્ટેશનના થાણેદારને સોંપી છે SMCની રેડ પડતા શામળાજી પોલીસ બાતમીદારો સક્રિય કરી સતર્ક બનતા રતનપુર ચેકપોસ્ટ નજીકથી ફિલ્મીઢબે આઈ-10 કારનો પીછો કરી કાર ચાલક બુટલેગરને દબોચી લઇ 1.44 લાખનો દારૂ જપ્ત કરી રાહતનો શ્વાસ લીધો હતો
શામળાજી PSI વી.વી.પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ અને પેટ્રોલિંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે રાજસ્થાન તરફથી આવતી આઈ-10 કારને અટકાવવાનો પ્રયત્ન કરતા બુટલેગરે કાર હંકારી મુકતા PSI વી.વી.પટેલ અને તેમની ટીમે ફિલ્મીઢબે પીછો કરતા શામળપુર ખારી નજીકથી બુટલેગરે રોડ પર રહેલા કટ માંથી કાર ફરીથી રાજસ્થાન તરફ હંકારી મુકતા પીસીઆર વાનને જાણ કરતા આશ્રમ ચાર રસ્તા પર નજીક પહોંચતા બુટલેગર પીસીઆર વાહન જોઈ રોડ પર દારૂ ભરેલી કાર મૂકી દોટ લગાવતા પોલીસે પીછો કરી કાર ચાલક બુટલેગર સત્યપ્રકાશ કરણસિંહ જાટ (રહે,ભાદાની જજ્જર- હરિયાણા)ને દબોચી લીધો હતો કાર માં રહેલ અન્ય બુટલેગર ઝાડી-ઝાંખરામાં ફરાર થઇ જતા પોલીસે કારમાંથી વિદેશી દારૂની પેટી 16 અને છૂટી બોટલ મળી કુલ-240 કીં.રૂ.1.44 લાખ તેમજ મોબાઈલ અને કાર મળી રૂ.5.46 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા