મોડાસા તાલુકાના મરડીયા બસ સ્ટેન્ડ પાસે એક મહિલા રોડ ક્રોસ કરવા જતી વતખે પુરઝડપે ,બેદરકારી અને ગફલતભરી ટ્રક ચાલકે મહિલા અડફેટ લેતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મરડીયા બસ સ્ટેન્ડ ઉપર મહિલા રોડ ક્રોસ કરતી વખતે ટ્રક ચાલકે ટક્કર મારતાં મોત થયું હતું.
મોડાસા તાલુકાના ચારણવાડા ગામના વિષ્ણુકુમાર ઉદેસિંહ પરમાર ના ફરિયાદના આધારે ટ્રક કન્ટેનર એસ.આર.61.ડી.6442 ના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે,બેદરકારી અને ગફલતભરી રીતે ચાલવી મારી માતા વનાબેન ઉદેસિંહ છગનસિંહ પરમાર ઉંમર આશરે 70 વર્ષ રહે ચારણવાડા તા.મોડાસા રોડ ક્રોસ કરવા જતાં હતાં તે દરિમયાન ટ્રક ચાલકે ટક્કર મારી માથામાં તથા શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે લઈ જતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.ટીંટોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા