34 C
Ahmedabad
Sunday, May 19, 2024

કર્ણાટક રાજ્યમાં બેલગામમાં પ્રસિદ્ધ દિગંબર જૈનાચાર્ય શ્રી કામકુમારનંદી મુનીજી હત્યાકાંડ સંદર્ભે ન્યાયિક કાર્યવાહી


ભિલોડા સકલ જૈન સમાજ ધ્વારા મામલતદાર ઝેડ.વી.પટેલ ને આવેદનપત્ર પાઠવ્યું
ફાર્સ્ટ ટ્રેક કોર્ટ ધ્વારા ગુનેગારો સામે ઝડપી કેસ ચલાવવાની માંગ
હત્યાખોરો ને ફાંસીની સજા થવી જોઈએ તેવી બુલંદ માંગ ઉદ્ધવી 

ભિલોડા,તા.૨૦
ભારત દેશના કર્ણાટક રાજ્યના બેલગવી જીલ્લાના ચિકોડી તાલુકાના હિરખોડી બેલગામ ગ્રામીણ વિસ્તારમાં ગુરૂકુલ શ્રી પાર્શ્વનાથ જૈન આશ્રમમાં વર્ષોથી શિક્ષણનો પ્રચાર અને પ્રસાર ગ્રામીણ વિસ્તારના વિકાસ અને ઉત્થાન નું ભગીરથ કાર્ય જૈન મુનીજી કરતા હતા.જૈન સમાજના મહાન તપસ્વી ગુરૂદેવ આચાર્ય ૧૦૮ શ્રી કામકુમાર નંદીજી મહારાજ ને હત્યાખોરોએ જબરદસ્તીથી તેઓના આશ્રમમાં પ્રવેશ કરીને મહારાજને મારપીટ કરીને ક્રુરતાપૂર્વક શરીર ના ટુકડે – ટુકડા કરી હત્યા ને અંજામ આપનારા હત્યારાઓ વિરૂધ્ધ જૈન સમાજમાં ભારે રોષ ભભુકી રહ્યો છે.હત્યારાઓને વહેલી તકે  કડક માં કડક સજા થાય, ન્યાયિક કાર્યવાહી થાય તેવી જૈન સમાજ ધ્વારા બળવત્તર માંગ ઉદ્ધવી છે.

Advertisement

સ્વતંત્ર ભારત દેશના કર્ણાટક રાજ્ય સહિત વિશ્વભરમાં ચકચાર મચાવી દેનાર નિર્દય હત્યાકાંડ કર્ણાટક રાજ્યની ગૌરવશાલી ધરતી પર ઈતિહાસમાં હત્યાખોરોએ કાળો કલંક લગાવ્યો છે.સમગ્ર વિશ્વ નો જૈન સમાજ આ અવિશ્વસનીય હત્યાકાંડ સંદર્ભે ખુબ જ દુ:ખી છે.અસહ્ય આધાત અને દુ:ખની લાગણી અનુભવી રહ્યો છે.જૈન સમાજમાં ભારે રોષ ભભુકી રહ્યો છે. સ્પેશિયલ પોલીસ ટાસ્ક ફોર્સ ધ્વારા ગંભીરતાથી વહેલી ન્યાયિક તપાસ કરીને હત્યાકાંડને અંજામ આપનારા હત્યારાઓ ને ઝડપી ન્યાયિક તપાસ હાથ ધરાઈ તેવી જૈન સમાજની બુલંદ માંગ છે. હત્યાખોરોએ વિરૂદ્ધ સત્વરે ચાર્જશીટ દાખલ થવી જોઈએ તેવો સુર જૈનોએ પ્રગટ કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!