અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગની કામગીરી છતી થવા લાગી છે, સમગ્ર રાજ્યમાં આવી જ સ્થિતિ હોવાને લઇને મુખ્યમંત્રીએ આ બાબતે ગંભીરતા દાખવી છે ત્યારે અરવલ્લી જિલ્લાના બે તત્કાલિન અધિકારીઓએ માપપોથીમાં ખોટ માપ લખતા સસ્પેન્ડ કરી દીધા છે, પણ જિલ્લાના કેટલાય રોડ પરના ડીપ નવા બનાવવામાં રસ ન હોય તેવું લાગે છે, જેથી કેટલાય ગ્રામ્ય વિસ્તારોના લોકોને અવર – જવર કરવામાં હાલાકીઓનો સામનો કરવો પડે છે.
મોડાસા તાલુકા ના વરથું ગામે વરસાદે ખેડૂતોની મેહનત પર પાણી ફેરવી દીધું છે. ભારે વરસાદ ના કારણે વરથું થી મોતીપુરા તરફ જતા ભારે વરસાદ ના કારણે વાઘાં માં પૂર આવતા આજુબાજુ ના તમામ ખેતરો માં પાણી ફરી વળ્યુ અને પાક ધોવાય ગયો હતો. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે, મોતીપુરા થી માધૂપુર સુધીનું વાંઘું ઊંડુ કરવા અંગે વારંવાર ખેડૂતો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી.
રોડ પરનો ડીપ પાણીમાં ગરકાવ થવા છતાં વાહનોની અવર – જવર પણ બંધ થઈ જાય છે, જ્યાં સુધી પાણીનો પ્રવાહ બંધ ન થાય ત્યાં સુધી ખેડૂતો અને પશુપાલકોએ હાલાકીઓનો સામનો કરવો પડતો હોય છે, રસ્તા ઉપરથી પૂર નું પાણી જતા કલાકો સુધી આગળ ના દધાલીયા થી લઈ રેલ્લાવાળા સુધી જતા તમામ સાધનો અટવાઈ પડતા હોય છે.