અરવલ્લી જિલ્લામાં ઝાડ પર લટકી જઈ મોતને વ્હાલું કરવાનો સિલસિલો આજે પણ યથાવત છે.
અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે બાયડ-કપડવંજ મુખ્ય માર્ગ પર આવેલા વૈષ્ણોદેવી મંદિર નજીક ડીપ વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે એક ઝાડ ઉપર યુવક યુવતીની ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકેલી લાશો જોવા મળતાં ચકચાર મચી ગઈ હતી….!!! થોડીવારમાં વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
ઘટનાની જાણ લોકોએ બાયડ પોલીસને કરતા બાયડ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેસાઈ તેમની પોલીસ કુમક સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશો નીચે ઉતરાવી ઓળખ સહિતની માહિતી એકત્રિત કરતાં મૃતક દંપતી હતાં અને સજોડે તેમણે મોતની ઘટનાને અંજામ આપ્યો હતો. મરનાર દંપતિ મૂળ વડાલી તા. કપડવંજના રહેવાસી હતા રોજગાર અર્થે બાયડના ગાબટ રોડ પર રામજી મંદિર નજીક રહેતા હતા તેઓના નામ અર્જુનભાઈ મનોજભાઈ લુહાર ઉં. વ. 23, કોમલબેન અર્જુનભાઈ લુહાર ઉં.વ.21.હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
ઘટનાની ગંભીરતા જોતાં ઘટના સ્થળે એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી હતી મજૂરી કામ કરી ગુજરાત ચલાવતા દંપતીએ આર્થિક તંગી કે અન્ય કોઈ કારણોસર સજોડે જીવન ટૂંકાવ્યું તેનું રહસ્ય અકબંધ છે.
બાયડ પોલીસ ઘટના અંગે ગુનો દાખલ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ઘટનાની તપાસ બાયડ પીએસઆઇ એસ કે દેસાઈ ચલાવી રહ્યા છે.