અરવલ્લી જિલ્લામાં 15મી ઓગષ્ટની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારીઓ માટે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી આ વર્ષની 15 મી ઓગષ્ટની અરવલ્લી જિલ્લા કક્ષાની ઉજવણી ભિલોડા તાલુકા ખાતે યોજવાનું તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવતા ભિલોડા તાલુકામાં દેશભક્તિની ઉજવણી માટે અનેરો ઉત્સાહ છવાયો છે
અરવલ્લી જિલ્લામાં 15 મી ઓગસ્ટનો કાર્યક્રમ ભવ્ય થાય તે માટે કલેક્ટરશ્રી દ્વારા તમામ વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તે બાબતે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરવામાં આવી.15મી ઓગષ્ટના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને પોલીસ પરેડ સુધીના વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. ત્યારે આઝાદીના પર્વને અરવલ્લી જિલ્લાના નાગરિકો ઉલ્લાસભેર ઉજવે અને રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બંને તેવી અપીલ કરવામાં આવી હતી જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે આયોજન અને વ્યવસ્થાનાં સુચારુ સંચાલન માટે અને પોલીસ બંદોબસ્ત, સરકારી કચેરીઓની રોશની કરવા જેવી તમામ કામગીરીની અંગે વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન સુચનો કર્યાં હતા