હાલોલ,
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ પાસે આવેલા જેપુરા ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યકક્ષાના 74 વનમહોત્સવની ઉજવણીની શરુઆત કરાવામા આવી હતી. સાથે સાથે તેમને જેપુરા ખાતે 1.1 હેકટરમા નિર્માણ પામેલા વન કવચનુ લોકાપર્ણ કર્યુ હતુ,સાથે ક્રોકાડાઈલ રેસ્કયુ સેન્ટરનુ ઈ-લોકાપર્ણ કર્યુ હતુ. સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને સહાય ચેક વિતરણ કરવામા આવ્યા હતા.
પંચમહાલ જીલ્લાના પ્રાકૃતિક સૌદર્ય ધરાવતા એવી પાવાગઢની ભુમિ ખાતેથી ગુજરાતમા 74 વન મહોત્સવની શરુઆત કરવામા આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દિપ પ્રાગ્ટય કરીને કાર્યક્રમની શરુઆત કરાવી હતી,તેમણે જેપુરા ખાતે બનેલા અને જેમા વિવિધ પ્રજાતિના વૃક્ષો વાવવામા આવ્યા છે,તેવા જેપુરા વન કવચનું પણ લોકાપર્ણ કર્યુ હતુ. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કૃષ્ણ કમળના રોપા આપીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. ધારાસભ્યો દ્વારા પણ તેમનું સ્વાગત કરવામા આવ્યુ હતુ. દ્વારકા ખાતે નિર્માણ પામનાર સાંસ્કૃતિક વન- હરસિધ્ધિ વનનું ઈ- ખાતમુર્હુત કરાશે,દીપડા ગણતરી પુસ્તિકાનું વિમોચન, ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર- પાવાગઢ અને ક્રાકજ એનિમલ કેર સેન્ટર – પાલીતાણાનું ઈ- લોકાર્પણ,નડાબેટ – બનાસકાંઠા ખાતે વરું સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઈ – લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમા જણાવ્યુ હતુ કે વન સાથે જનજનને જોડવાના ઉદ્દેશ્યથી 74માં વનમહોત્સવના ચરણની શરુઆત કરાઈ રહી છે. હાલમા જે પ્રમાણે એક જગ્યાએ વરસાદ પડે છે. વરસાદની પેર્ટનને કારણે એક જીલ્લામા એક સ્થળે ખુબ વરસાદ ઉભો થઈ જાય તેના કારણે જે મુશ્કેલી ઉભી થાય છે તેનું કારણ ગ્લોબલ વોમિંગ છે. માત્ર આપણા દેશ નહી પણ પુરી દુનિયામા તેની અસરો જોવા મળી રહી છે.ગુજરાતમાં સૌથી પહેલુ ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ શરુ કરવામા આવ્યો છે.પર્યાવરણનુ ધ્યાન કેવી રીતે રાખી શકીએ તે જાણીશુ તો આપણે તેની સામે લડવા સક્ષમ થઈ શકીશુ. વીજળી અને પેટ્રોલ અને પાણી બચાવુ જોઈએ, આપણી જીવન જરુરી ચીજવસ્તુઓને ધ્યાન રાખવી બચાવી જોઈએ.
તેમણે યુવાવસ્થામા થતા વિવિધ રોગો હાર્ટએટક,કેન્સર,ડાયાબીટીશ જેવા જોવા મળી રહ્યા છે તેમજ તેનાથી થતા મૃત્યુની પણ ચિંતા વ્યકત કરી કરી હતી તેમણે વાત ઉમેરતા જણાવ્યુ હતુ કેઆ બધાની અંદરથી બહાર નીકળવા માટે પ્રાકૃતિક ખેતી પર ભાર મુક્યો હતો. આવનારી પેઢીને આપણે સારુ પર્યાવરણ આપવા માટે આ જરુરી છે. સ્વાસ્થય સુધારવા માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે. તેમને વનકવચની નવી પ્રજાતિને લઈને પણે સરાહના કરી હતી. આનાથી આપણુ પર્યાવરણ સુધરવાનુ છે પણ પશુપંખીઓને પણ ઘર મળવાનુ છે. આનાથી સંતુલન જળવવાનુ છે.વિકસીત ભારતનુ નિર્માણ કરવુ છે.આવનારી પેઢી માટે પ્રદુષણ મુકત જીવન બને. નાગરિકો,વિધાર્થીઓ,સામાજીક સંસ્થાઓ ખુલી જમીનમા જાહેર સ્થળો તથા ઔધોગિક વસાહતોમા મોટા પ્રમાણમા વૃક્ષોનુ વાવેતર કરીને તેની માવજત અને જતન દ્વારા પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બને.જીલ્લા અને તાલુકા અને ગ્રામ પંચાયત કક્ષાએ વનમહોત્સવનુ આયોજન કરીને વધુને વધુ વૃક્ષારોપણ થાય તેનુ જનત થાય ગુજરાતની ધરતી લીલીછમ બને ગ્રીનક્લીન ગુજરાતથી ગ્રીન ભારત વિકસીત ભારતનુ નિર્માણ કરીએ એ આશા રાખુ છુ. મુખ્યમંત્રીને સ્મૃતિ ચિહ્નન ભેટ અર્પણ કરવામા આવ્યા હતા. વન મહોત્સવ ખાતે મંત્રી મુળુભાઇ બેરા,મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર,રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર,ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી સહિતવનવિભાગના અધિકારીઓ તેમજ રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા