asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : પતિ પત્ની અને બે બાળકો તરછોડી પ્રેમિકાના બાહુપોશમાં પરિવારજનો વચ્ચે અટવાતી મહિલાને 181એ આત્મહત્યા કરતા અટકાવી


પતિ-પત્ની ઔર વોના અનેક કિસ્સાઓને લીધે હર્યોભર્યો સંસારમાં પલીતો ચંપાતો હોય છે જેમાં મુખ્યત્વે મહિલાને સહન કરવાનો વારો આવતો હોય છે લગ્ન પછીના આડા સંબંધોના કારણે અનેક પરિવારો ઉજડી જતા હોય છે મોડાસા શહેરમાં એક પતિ પત્ની અને તેના બે બાળકોને ત્યજી છેલ્લા 5 વર્ષથી પ્રેમિકાના સાથે ફરાર થઇ જતા મહિલા તેના બે બાળકો સાથે સાસરી અને પિયરમાં અથડાતી રહી સબંધીઓના મહેણાં ટોણા થી જીંદગીથી હારી થાકી જીવન ટૂંકાવવા રાત્રે ઘરેથી નીકળી પડી હતી આત્મહત્યા કરે તે પહેલા એક ચાની કીટલી વાળાની નજર મહિલા પર પડતા 181 અભયમનો સંપર્ક કરતા તાબડતોડ 181 અભયમ ટીમ સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સલીંગ કરી આત્મહત્યા કરતા અટકાવી હિંમત પુરી પાડી હતી

Advertisement

મોડાસા શહેરમાં પરોઢિયે ચાર વાગે એક ટી સ્ટોલના માલિકે એક મહિલાને રોડ પર સતત રડતી હાલતમાં અને હાથમાં દવાની બોટલ હોવાનું જણાઈ આવતા 181 અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા કાઉન્સિલર ચેતના ચૌધરી તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી ને મહિલાને સાંત્વના આપી અને જિંદગીમાં આવેલ મુશ્કેલીનું નિરાકરણ આત્મહત્યા નથી તેવી સમજણ આપતા પીડીતા રડતા રડતા તેની આપવીતી જણાવેલ કે, તેને બે બાળકો છે અને તેનો પતિ પાંચ વર્ષથી બીજી સ્ત્રી જોડે ભાગી ગયેલ છે તો તે થોડોક ટાઈમ પિયરમાં તો થોડોક ટાઈમ સાસરીમાં રહે છે પણ બંને બાજુ લોકોના મહેણા ટોણા સાંભળીને જિંદગીથી કંટાળી ગઈ છે ક્યાંય બહાર જાય તો પણ લોકો ક્યાં ગઈ હતી?? કેમ ગઈ હતી? કોની જોડે ગઈ હતી? જેવા પ્રશ્નોથી જીવવાનું હરામ કર દે અને ઘરની બહાર પગ મૂકે કે તરત જ ખરાબ નજરથી જ જોતા હતા.આવી જિંદગીથી કંટાળીને રાત્રે ઘરે બધા સૂઈ ગયા એટલે કોઈને કહ્યા વગર ઘર છોડીને આત્મહત્યા કરવા માટે નીકળી ગઈ હતી બાળકોનો વિચાર કરીને બેઠા બેઠા ખૂબ જ રડતી હતી પરંતુ હવે જીવવું જ નથી તેવું નક્કી કરી લીધું હતું…
અભયમ ટીમ દ્વારા પીડિત મહિલાને કાઉન્સિલિંગ કરી સમજાવેલ કે મરી જવું એ કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન નથી અને બાળકો માટે માં શું છે અને મા ની અંદર રહેલી શક્તિઓનો મહિલાને અહેસાસ કરાવી હિંમત રાખવા માટે સમજાવી અને તેને તેના ઘરે પરત મૂકી તેમજ તેના પિયર વાળા ને સમજાવેલ કે મહિલાની ઉંમર હજુ નાની છે તો બીજું કોઈ સારું પાત્ર શોધી ને બીજા લગ્ન કરાવે કેમકે કોઈ એકના જતા રહેવાથી જિંદગી અટકી નથી જતી તે રીતે પરિવારને પણ સમજાવેલ.આમ મહિલાને મોતના મુખમાંથી બચાવી પરિવારને સોંપતા તેના બાળકો અનાથ થતા બચી ગયા હતા અને દીકરીને પાછી આવેલી જોઈ તેના પરિવારે અભયમ ટીમનો આભાર માન્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!