અરવલ્લી SP શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લા પોલીસતંત્રને જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગ પરથી વિવિધ વાહનો મારફતે રાજ્યમાં વિદેશી દારૂ ઠાલવતા બુટલેગરો પર શખ્ત કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે પોલીસતંત્રએ બુટલેગરો પર બાઝ નજર ગોઠવી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી રહી છે અમદાવાદના નરોડામાં રહેતા અભય નામના બુટલેગરે રાજસ્થાનના ઠેકા પરથી વિદેશી દારૂ મંગાવતા અલ્ટો કારમાં દારૂ ભરી ખેપ આપવા નીકળેલા બે ખેપિયાને શામળાજી પોલીસે પીછો કરી ખેપ નિષ્ફ્ળ બનાવી હતી
શામળાજી પોલીસે જાબચિતરીયા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા બોબીમાતા આંતરરાજ્ય સરહદ પરથી શંકાસ્પદ ઝડપ સાથે આવતી અલ્ટો કાર પોલીસજીપ જોઈ કાર ચાલકે ફુલસ્પીડે રિવર્સ કરી કાર રાજસ્થાન તરફ હંકારતા શામળાજી પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગરે રસ્તાની સાઈડમાં ઝાડ સાથે અથડાવી દેતા અલ્ટો કાર અટકી ગઈ હતી કારમાં રહેલા બંન્ને બુટલેગરો ભાગવા લાગતા પોલીસે કોર્ડન કરી દબોચી લીધા હતા કારમાંથી વિદેશી દારૂ-બિયર ટીન નંગ-203 કીં.રૂ. 124695/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર દિનેશ કેશુંલાલ મીણા અને ભવાની ચીમનલાલ નંગારચી (બંને,રહે.રાજસ્થાન) ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ,મોબાઈલ અને કાર મળી રૂ.4.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર મોહિત શર્મા (ઓલવાડીયા-રાજસ્થાન) કાર માલિક અશોક કલાલ (રહે, સલુમ્બર-રાજસ્થાન) અને કારમાં દારૂ મંગાવનાર અમદાવાદ નરોડામાં રહેતા અભય નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ત્રણેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા