અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ગાંધીનગર રેંજ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાઈ ગયો, જેમાં ટ્રાફિકનો મુદ્દો ચર્ચામાં હતી, લોકોએ ટ્રાફિકને લઇને રેંજ આઈ.જી.ને વાકેફ કર્યા હતા. ઘણી ચર્ચાઓ ટ્રાફિક મુદ્દે કરવામાં આવી, રજૂઆતો મળી કે, એસ.ટી. બસ ચાલકો આડેધડ બસ ઊભી કરી દેતા હોય છે, જેને લઇને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. મોડાસા એસ.ટી.બસ ડેપો મેનેજર સાથેની વાતચીતમાં તેમણે મોડાસાના એસ.ટી. પીક.અપ. સ્ટેન્ડ અંગે જાણકારી આપી હતી, જેમાં
એસ.ટી. બસના પીક.અપ. સ્ટેન્ડ
માલપુર તરફ જતા-આવતા
સાંઈ મંદિર
કલ્યાણ ચોક
સંસ્કૃત પાઠશાળા નજીક
પીક.અપ સ્ટેન્ડ (જતાં)
મેઘરજ રોડ જતાં-આવતા
સરસ્વતી વિદ્યાલય
બાયપાસ
શામળાજી તરફ જતાં-આવતા
ડીપ વિસ્તાર
હજીરા વિસ્તાર
એન્જિનિયરિંગ કોલેજ – કલેક્ટર કચેરી
અમદાવાદ જતાં-આવતા
જૂના બસ સ્ટેશન
ડુઘરવાડા ચોકડી
કોલેજ
એસ.ટી. બસ આવતા-જતાં સમયે માત્ર ગણતરીની મિનિટ માટે ઊભી રહે છે, અને તે પણ પેસેન્જરને ઉતારવા અને લેવા માટે, જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ હોય છે, સવાલ એ છે કે, પબ્લિક ટ્રાન્સ્પોર્ટનો ઉપયોગ વધારવાને બદલે ખાનગી ટ્રાન્સ્પોર્ટ ને કેમ આટલી બધી છૂટ આપી દેવાય છે, ટ્રાફિક પબ્લિક ટ્રાન્સ્પોર્ટને કારણે નહીં પણ ખાનગી વાહનોને કારણે થાય છે. જૂના બસ સ્ટેશન લીયો પોલિસ ચોકી નજીકના વિસ્તારમાં જે જગ્યાએ બસ ઊભી રાખવાની છે ત્યાં જ ખાનહી વાહન ચાલકોએ સ્ટેન્ડ બનાવી દીધુ છે અને અહીંથી અમદાવાદ સહિતની જગ્યાએ પેસેન્જર ભરતા હોય છે તો માલપુર અને મેઘરજ રોડ પર પણ આવી જ સ્થિતિ છે. તો બીજી બાજુ ચાર રસ્તા પોલિસ ચોકી નજીક સ્ટેટ બેંક આગળ પણ આવી રીતે ખાનગી પેસેન્જર વાહનોનો જમાવડો હોય છે, જેને કારણે ટ્રાફિક થતો હોય છે. જો આવા વાહનો અહીં ન હોય તો બસ માત્ર 1 કે 2 મિનીટ પેસેન્જરને બેસાડી કે ઉતારી જતી રહશે.
આ મુદ્દાઓ પર ચર્ચા થઈ કે ન થઈ..!!!
મોડાસા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે, એટલું જ નહીં છેલ્લા એક મહિનામાં બે પશુઓના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા તો ચાર રસ્તા પોલિસ ચોકી નજીક બે દિવસ પહેલા પણ અકસ્માત સર્જાયો હતો, ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કે નક્કર પગલા લેવાશે કે કેમ તે પણ એક સવાલ છે.
ફૂટપાથનો ઉપયોગ લોકોના ચાલવાને બદલે પાર્કિંગ બનાવી દે’ તો ટ્રાફિક ન થાય તો શું થાય?
અરવલ્લી જિલ્લા વહીવટી, પાલિકા અને પોલિસ તંત્રએ સમજવાની જરૂર છે કે, મોડાસા શહેરમાં ટ્રાફિક ની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે શુક્ષ્મ નજર કરવી જોઈએ. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને ચાલવા માટે ફૂટપાથ બનાવ્યા છે, જેના પર દુકાદારોએ માલ-સામાન મુકી દીધો છે તો કેટલીક જગ્યાઓ પર ફૂટપાથ વાહન માટે પાર્કિંગની જગ્યા બની ગઈ છે. તો રાહદારીઓ ફૂટપાથ પર ચાલવાને બદલે ક્યાં ચાલશે ? ફૂટપાથ ખાલી થાય, ખાનગી પેસેન્જર વાહનોનું કાંઈ નિરાકરણ આવે તો ટ્રાફિકની સમસ્યા આપોઆપ હલ થઈ શકે છે. એસ.ટી. બસને મેમો આપવાથી નહીં….જેને મેમો આપવાનો છે તેને મેમો આપવો જોઈએ. મોડાસા ચાર રસ્તા પરથી પસાર થતાં શ્રમીકોને જ ટાર્ગેટ કરવામાં આવતા હોય છે, કોઈ મોટ ગાડી ચાલકે મેમો ફટકાર્યો ખરો… !!!