અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નકલી તબીબો ઘર માં કે દુકાનમાં દવાખાનું બનાવી સારવારના નામે લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે મેઘરજ પોલીસે વધુ એક બોગસ ડોક્ટર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જીલ્લા આરોગ્ય તંત્ર નકલી ડોકટરો સામે કાર્યવાહી કરવામાં ઉણુ ઉતરી રહ્યું હોવાથી ઉંટવૈધોને છુટ્ટો દોર મળી ગયો છે મેઘરજના તુંબલીયા ગામમાંથી પ્રકાશ ધુળા પ્રજાપતિને ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપી લેતા અન્ય બોગસ તબીબોએ શટર પાડી દીધા હતા
મેઘરજ પોલીસને તુંબલીયા ગામમાં એક શખ્સ ઘરમાં હોસ્પિટલ ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની બાતમી મળતા પોલીસે રામગઢી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબને સાથે રાખી તુંબલીયા ગામમાં ભાડાના મકાનમાં રહેતા પ્રકાશ ધુળા પ્રજાપતિ (રહે, નિકોડા-હિંમતનગર)ના ઘરે ત્રાટકી દબોચી લેતા નકલી તબીબના ત્યાં સારવાર લેવા આવેલા દર્દીઓ પણ ચોકી ઉઠ્યા હતા પોલીસે બોગસ ડોકટરના ઘરના બીજા રૂમમાંથી એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો અને રોકડ રકમ મળી કુલ.રૂ.2467/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી