ગુજરાતમાં યજમાન વૃત્તિ માટે હદ બાબતે વ્યંઢળો વચ્ચે અવાર નવાર ગેંગવોરના કિસ્સા વધી રહ્યા છે.અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં યજમાન વૃત્તિ કરતા વ્યંઢળો પર અમદાવાદના વ્યંઢળોએ બીજી વાર હુમલો કરતા ભારે ચકચાર મચી છે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના વાંટડા ટોલપ્લાઝા પર યજમાન વૃત્તિ કરતા હિંમતનગરના બે પાવૈયાઓ પર સ્વીફ્ટ અને ઇકો કારમાં આવેલા અમદાવાદના 12 અને તલોદના બે વ્યંઢળોએ દંડા જેવા મારક હથિયાર સાથે ઢોર માર મારી સોનાનો દોરો અને 25 હજારની લૂંટ કરી ફરાર થઇ જતા મોડાસા રૂરલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે
અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર મોડાસા તાલુકાના વાંટડા ટોલપ્લાઝા પર હિંમતનગરના કાટવાડ વિસ્તારમાં રહેતા રાણીદે સોનલ દે અને પાયલદે સોનલદે પાવૈયા નામના બે વ્યંઢળ ભિક્ષાવૃત્તિ કરતા હતા સોમવારે સાંજે અમદાવાદ ગ્રીનક્રોસ સોસાયટીમાં રહેતા 12 વ્યંઢળો અને સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના પડુસણ ગામમાં રહેતા બે વ્યઢંળો સ્વીફ્ટ અને ઇકો કારમાં પહોંચી અરવલ્લી જીલ્લાના કોઈ પણ રોડ પર કે ગામડાઓમાં ભિક્ષાવૃતિ કરવી નહીં કહી બિભસ્ત ગાળો બોલી ગડદા-પાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી ડંડા જેવા હથિયાર વડે બંને કિન્નરો પર તૂટી પડતા ભારે હોહા મચી હતી અને રાણીદેએ પહેરેલ સોનાનો દોરો અને 25 હજાર રૂપિયાની લૂંટ કરી હતી બંને પાવૈયાઓ પર હુમલો થતા અંધારામાં ખેતરમાં સંતાઈ જતા બચાવ થયો હતો હુમલાનો ભોગ બનેલ બંને વ્યઢળોએ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી
રાણીદે સોનલદે પાવૈયાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 14 વ્યઢંળો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી (હુમલાખોર વ્યંઢળોના નામ વાંચો) ન
આરોપી વ્યંઢળો કોણ કોણ…!!
1)સુનિતાદે કશીશદે પાવૈયા
2) વિલાસદે કશીશદે પાવૈયા
3)શિલ્પાદે કશીશદે પાવૈયા
4)શિવાનીદે કશીશદે પાવૈયા
5)કોહીનુંરદે કશીશડે પાવૈયા
6)નેહલદે કશીશદે પાવૈયા
7)પાયલદે વર્ષાદે પાવૈયા
8)સાયરાદે હેતલદે પાવૈયા
9)બિપાશાદે કશીશદે પાવૈયા
10)હેતલદે કશીશદે પાવૈયા
11)ક્રિષ્નાદે શિલ્પાદે ઉર્ફે કાજલદે પાવૈયા
12)પૂજાદે જીનલદે પાવૈયા, તમામ રહે,અમદાવાદ
13)નેહાદે કશીશદે પાવૈયા,(રહે પડુંસણ તા.તલોદ,જી.સાબરકાંઠા
14) હિરલદે નેહાદે પાવૈયા(રહે,પડુંસણ,તા.તલોદ.જી.સાબરકાંઠા