અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલીસીબી પોલીસ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે એલસીબી પોલીસે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુન્હામાં છેલ્લા આઠ મહિનાથી પોલીસ પકડથી દૂર રહેલા તૂંબલીયાના આરોપીને માલપુર ચોકડી નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ મહિના અગાઉ નોંધાયેલ મારામારીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ભીખા શંકર વાદી (રહે,તુંબલીયા-મેઘરજ) માલપુર ચોકડી નજીક ઉભો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ માલપુર ચોકડી નજીક પહોંચી ભીખા વાદીને કોર્ડન કરી દબોચી લેતા છેલ્લા 8 મહિનાથી પોલીસને હાથતાળી આપતા ભીખા વાદીના મોતિયા મરી ગયા હતા એલસીબી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી આરોપીને માલપુર પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી