અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના અને મેઘરજ નગરમાં માર્બલનો ધંધો કરતા જયરામ જગદીશ ગુર્જર નામના વેપારીને મેઘરજમાં રહેતા એક પરિવારના ઘરે માર્બલ નાખતી વખતે પરિવાર સાથે સબંધ કેળવાયા હતા વેપારીએ પરિવારની પરણિત યુવતીનો ચોરી છુપીથી તેના ઘરે કપડાં બદલાતો ફોટા અને વિડીયો ઉતારી લઇ યુવતીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો વેપારીના ભાગીદાર રાકેશ બંસીલાલ પારેખ અને મેઘરજ ગ્રામ પંચાયત સદસ્ય રજનીશ પ્રભુદાસ પટેલે દુષ્કર્મી જયરામ ગુર્જરને મદદ કરતા પીડિતા મહિલાએ વેપારી અને તેના બંને ભાગીદાર સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી
મેઘરજ તાલુકા વિકાસ અધિકારીએ મેઘરજ ગ્રામ પંચાયત સદસ્ય રજનીશ પ્રભુદાસ પટેલ (રહે,વૃદાવન સોસાયટી-મેઘરજ) સામે હવસખોર વેપારી જયરામ ગુર્જરને મદદ કરવાનો ગુન્હો નોંધાતા આ અંગે નાયબ જીલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી જાણ કરી હતી જેમાં ગ્રામ પંચાયત સદસ્ય રજનીશ પ્રભુદાસ પટેલ સામે થયેલ ફરિયાદની કોપી પણ સામેલ કરી હતી
આ અંગે મેઘરજ તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે મેઘરજ ગ્રામ પંચાયત સદસ્ય રજનીશ પ્રભુદાસ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા નિયમાનુસાર આ અંગે જીલ્લા નાયબ વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે