અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ બાતમીદારો સક્રિય કરી નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવાના મનસૂબા પર પાણી ફેરવી રહી છે બુટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાખવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે રતનપુર ચેકપોસ્ટ નજીક શામળાજી પોલીસે પેટ્રો કેમિકલ્સ લખેલ ટેન્કર માંથી 6756 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાની ટેન્કર ચાલક ખેપીયાને દબોચી લીધો હતો ટેન્કરમાં બનાસકાંઠાના ચારડા ગામના મહિપાલસિંહ રાજપૂતે ભરી આપ્યો હતો અને પાટણના રાજનસિંહ જાકાણાને દારૂનો જથ્થો આપવાનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે બુટલેગરો માટે સેફ હેવન ગણાતી રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતા બુટેગરોમાં ફફડાટ ફેલાયો છે ગુજરાતમાં દારૂબંધીના પગલે દારૂના ત્રણ થી ચાર ગણા રૂપિયા ઉપજતા હોવાથી બુટલેગરો વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવવા સક્રિય રહે છે
શામળાજી પોલીસે અણસોલ ગામ નજીક રાજસ્થાન તરફથી ટેન્કરમાં વિદેશી દારૂની ખેપ થતી હોવાની બાતમી પીએસઆઈ દેસાઈને મળતા પીએસઆઈ વાઘેલાને બાતમી અંગે જાણ કરતા રતનપુર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી બાતમી આધારીત ટેન્કર આવતા અટકાવી ટેન્કરના ઢાંકણ ખોલી અંદર જોતા વિદેશી દારૂની પેટીઓ મળી આવતા પોલીસે વિદેશી દારૂની બોટલ-ક્વાટર નંગ-6756 કીં.રૂ.871980/- નો જથ્થો જપ્ત કરી ટેન્કર ચાલક દિનેશ જયરામ માંજું (રહે,દાતા.સાંચોર-રાજ)ને દબોચી લઈ વિદેશી દારૂ,મોબાઈલ અને ટેન્કર મળી કુલ.રૂ.18.72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટેન્કરમાં વિદેશી દારૂ ભરી આપનાર બુટલેગર મહિપાલસિંહ મનોરસિંહ રાજપૂત (ચારડા,તા-ધાનેરા,બનાસકાંઠા ) અને દારૂ મંગાવનાર બુટલેગર રાજનસિંહ વિક્રમસિંહ જાકાણા (રહે,પાટણ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા